HomeGujaratહરબટીયાળીમાં "બોલતી બજાર" શરુ કરનાર મહિલા શિક્ષિકાનું DDOએ સન્માન કર્યું

હરબટીયાળીમાં “બોલતી બજાર” શરુ કરનાર મહિલા શિક્ષિકાનું DDOએ સન્માન કર્યું

હરબટીયાળી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા ગામ લોકોના સહયોગથી વિદ્યાર્થીઓ વેકેશનના સમય પણ અભ્યાસ ક્રમનું રીવીઝન કરી શકે તે માટે ગામની દીવાલો પર અલગ અલગ પ્રકારના ચિત્ર તૈયાર કરાવ્યા હતા ત અને આ પ્રોજેક્ટને “બોલતી બજાર ” નામ આપ્યું હતું. મહિલા શિક્ષિકા દ્વારા અપનાવવામાં આવેલ હકારાત્મક અભિગમને ગામના વિધાર્થીઓ અને ગામ લોકોએ સ્વીકારી લીધો હતો આ કામની જિલ્લા કક્ષાએથી પણ નામના મળી રહી છે ત્યારે આજે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા દ્વારા ખાસ સમય ફાળવી મુલાકાત લેવા લીધી હતી. આ પ્રોજેક્ટને પણ નિહાળી હતી અને ગીતાબેનને સન્માન પુષ્પ આપી પ્રોત્સાહિત કર્યા. તેમજ સમગ્ર જિલ્લામાં આવી કામગીરી કરવાનું આયોજન કરવા તૈયારી દર્શાવી. સાથે સાથે હરબટીયાળી પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું.


આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જારીયા, નાયબ ડીપીસી પ્રવીણભાઈ ભોરણીયા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, રાજય પ્રતિનિધિ ચુનીલાલ, તાલુકા પંચાયતમાંથી જતીનભાઈ ચાવડા, સી.આર.સી. કૌશિકભાઈ, ગામના સરપંચ દેવરાજભાઈ, તલાટી મંત્રી દિવ્યેશભાઈ,આચાર્ય મગનભાઈ, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW