મહેન્દ્રનગર ગામના પુર્વ સરપંચ અને સામાજીક આગેવાન સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની આગામી તા. 03.05.2023 નો રોજ દ્રિતીય વાર્ષિક પુણ્યતિથી હોય અને પુણ્ય તિથિ નિમિતે સવારે 08:00 થી 11:00 વાગ્યા સુધી મારુતિ ડેવલોપર્સ (અશ્વિનભાઈ ની ઓફિસ),ઉમા ફર્નિચર નીચે મહેન્દ્રનગર ચોકડી, મોરબી ખાતે ચકલીઘર તથા પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. માજી સરપંચશ, મહેન્દ્રનગર ના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યોમાં પોતાનું સંપૂર્ણ જીવન કાર્યો કરી ને પ્રજાના હૃદયમાં સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા ચકલીઘર તથા પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં મહેન્દ્રનગર, પીપળી, તેમજ આસપાસ ના તમામ લોકો ને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.વધુ માહિતી માટે મો. કેતનભાઈ બોપલીયા 9979442435 રૉબિનભાઈ બોપલીયા 9607122222નો સંપર્ક કરવા જણાવાયું છે.

