HomeGujaratટંકારાના વાઘગઢમાં રૂપિયાની લેતી દેતી મુદે પિતાની હત્યા કરનાર પુત્રની ધરપકડ

ટંકારાના વાઘગઢમાં રૂપિયાની લેતી દેતી મુદે પિતાની હત્યા કરનાર પુત્રની ધરપકડ

ટંકારા તાલુકાના વાધગઢ ગામની સીમમાં આવેલ વોકળા નજીકથી એક ગત ૧૭ ના રોજ એક વૃદ્ધની અડધી દાતેલી અને અડધી ખુલ્લી હાલતમાં મળી આવી હતી જે અંગે ગામના રાજેશભાઈ પટેલે ટંકારા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલતદાર હાજરીમાં મૃત દેહનો કબજો મેળવી ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાની જાણ કરતા પોલીસે  તપાસ કરતા મૃતક નું નામ હીરાલાલ વેસ્તા ડાવરની હોવાનું સામે આવતા પોલીસે હાલ જ્યાં તે રહેતો હતો તે વાડીમાં તપાસ કરતા મૃતક રાજેશભાઈની વાડીમાં મજૂરી કરતો હોય અને તેની સાથે તેનો પુત્ર પપ્પુ રહેતો હોય જે હાલ હાજર ન હોવાનુ જણાવતા હીરાલાલ ની હત્યા પપ્પુ એ કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા આરોપી પપ્પુ તેની બહેન પાસે જતાં રહ્યાં હોવાની જાણ થતાં પોલીસે ટેકનિકલ ટીમની મદદથી આરોપી પપ્પુ નું લોકેશન મેળવી ત્યાંથી લાવી આગવી ઢબે પૂછપરછ કરી હતી.પૂછ પરછ કરતા પપ્પુ એ જ તેના પિતા ની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી જેમાં તેણે જણાવ્યુ હતુ કે પોતે મજૂરી કરીને રૂપીયા એકઠા કરતા હતા પરંતુ પિતાએ તેમાંથી લઇ લેતા પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બની જતા કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.આરોપીની કબૂલાત આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદે સર કાર્યવાહી હાથ ધરી હતી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW