HomeNationalJ&K: ઉધમપુર પુલ તૂટી પડતા 62 થી વધુ લોકો ઘાયલ, વૈસાખીના મેળામાં...

J&K: ઉધમપુર પુલ તૂટી પડતા 62 થી વધુ લોકો ઘાયલ, વૈસાખીના મેળામાં ઉમટી હતી ભીડ

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ચેનાની તાલુકાના બૈન ગામમાં આવેલ બેની સંગમમાં ગઈ કાલે વૈશાખી પર્વની ઉજવણી ચાલી રહી હતી આ ઉજવણી માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યમાં લોકો આવ્યા હતા આ ઉજવણી દરમીયાન નદી પરના એક ફૂટ બ્રીજ તૂટી પડવાની ઘટના સર્જાઈ હતી.ઘટનાને પગલે આ વિસ્તારમાં આફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફૂટબ્રિજ તૂટી પડતાં ઘણાં બાળકો સહિત કુલ 62 લોકો ઘાયલ થયા હતા. ઉધમપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ કૃતિકા જ્યોત્સનાએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ ઘટના વૈશાખી ઉજવણી માટે આવેલા હતા તે દરમિયાન દુર્ઘટના બની હતી

જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે જણાવ્યું કે ઓવરલોડિંગને કારણે પુલ તૂટી પડ્યો. કારણ કે, અકસ્માત સમયે બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

રમેશ કુમારે જણાવ્યું કે પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. તેમણે કહ્યું કે ઘાયલોને ચેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ચેનાની બ્લોકમાં પુલ તૂટી પડવાથી થયેલા નુકસાનને દર્શાવતા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું, “અકસ્માતની માહિતી મળ્યા બાદ, હું ડીસી ઉધમપુર, કૃતિકા જ્યોત્સનાના સંપર્કમાં છું. મારી ઓફિસ સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે. તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.”

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW