મોરબીના રફાળીયા નજીક મૉડી રાત્રીના સમયે ટ્રેન હડફેટે બે યુવાનો આવી જતા મોટ નિપજ્યા હતા ઘટના ની જાણ થતા તાલુકા પોલીસની ટિમ અને 108 ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળ પાર પોહચી મૂર્તદેહ ને મોરબી સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ ની જાણ થતા મોટી સંખ્યામાં પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા
મળતી માહિતી મુજબ મોરબીમાં રફાળીયા નજીક રાત્રીના ટ્રેનની હડફેટે બે યુવાનોના આવી ગયા હોવાની માહિતી મળતાં જ આસપાસના લોકો દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ દોડી જઇને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકના પરિવારજનો પાસેથી માહિતી મળી હતી કે મૃતક યુવાનો સચિન હિતેશભાઈ ચૌહાણ ઉં.વ.17 અને મેહુલ મનસુખભાઈ મકવાણા ઉં.વ.18 હોવાનું જણાવ્યું હતું. તો વધુમાં જણાવ્યું હતું કે, સચિને થોડા સમય પહેલા ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને બુધવારના રોજ નોકરી પર જવાનું નક્કી કર્યું હોય અને તેનો મિત્ર મેહુલ પણ સાથે કામે જવાના નીકળ્યા હતા. તો કોઈ કારખાનામાં ગયા હતા ગુરુવાર રાત્રીના ઘરેથી કામે જવાનું કહી નીકળ્યા બાદ રાત્રીના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો

