મોરબીમાં સિરામિક ઉદ્યોગ ઝોન અને ૨૦થી વધુ ગામના લોકો માટે માથાના દુખાવા સમાન મોરબી જેતપર પીપળી રોડ હોય ઉદ્યોગને ભંગાર થયેલ આ રોડના કારણે લોકો લાંબા સમયથી પરેશાન હતા. હાલ આ રોડ મોરબી જેતપર રોડ અને મોરબી હળવદ રોડ નું કામ ચાલુ છે જ્યારે ૫૦ કરોડના ઓદ્યોગિક વિસ્તારનાં૧૭ રોડની મંજૂરી મળી જતા આ તમામ રોડ નો સાંસદ વિનોદ ચાવડાની આગેવાનીમાં અને મોરબી જિલ્લા ત્રણ ધારાસભ્ય તેમજ ભાજપ આગેવાનની હાજરીમાં શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જોકે આ રોડ બાબતે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ તમામ રોડનું પીએમ નરેન્દ્ર મોદી વિધાન સભા ચૂંટણી પહેલાં રાજકોટ ખાતે વર્ચ્યુલ ખાત મુહૂર્ત કરીને ગયા હતા હાલ રોડના કામ ચાલુ થઈ ગયા હોવા છતાં ભાજપના સ્થાનિક આગેવાનો અને નેતાઓ એકના આકે કામની વારે ઘડીએ જાહેરાત કરી મોરબી વાસીઓને છેતરી રહી છે મોરબીમાં વિકાસ કામ થતાં નથી માત્ર તાયફાઓ કરી વિકાસ કામનો જશ લેવામાં આવે છે.

કોંગ્રેસના આ આક્ષેપ સામે ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ બચાવ કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વહિવટી તંત્રનો નથી પંરતુ ભાજપના કાર્યકરોનો છે.ભાજપના કાર્યકરો આ કામ ગામેગામ સુધી જાણ થાય અને આગામી દિવસોમાં જે ગામમાં રોડ થાય તે ગામના લોકો રોડની ગુણવતા બાબતે જાગૃત કરવાનો છે અને કોંગ્રેસને માત્ર આક્ષેપ કરવાની આદત છે એટલે તેઓ આક્ષેપ કરે હકીકત મોરબીની જનતા સારી રીતે જાણે છે
કાર્યક્રમ સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારનાં સંયુક્ત પ્રયાસ થી કચ્છ અને મોરબી જિલ્લામાં ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે. બન્ને જિલ્લાના ઉદ્યોગ આજે મોદી સરકારની નીતિથી આગળ વધી રહ્યા છે તેવું જણાવ્યુ હતું.

