હળવદ શહેરમાં આવેલા રેલવે સ્ટેશન પાસે આજે સવારે એક આધેડની કપાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેના પગલે રેલવે પોલીસને જાણ થતા રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી જોકે રેલવે સ્ટેશન પાસે મળેલી આધેડની લાશ કપાઈ ગયેલી હોય જેથી કરીને અકસ્માત કે આત્મહત્યા તે અંગેનું કારણ અકબંધ છે. જ્યારે આધેડની ઓળખ થયા બાદ જ સમગ્ર મામલે વધુ માહિતી મળી શકે તેમ છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના રેલવે સ્ટેશન પાસે આજે એક આધેડની કપાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે બનાવની જાણ રેલવે પોલીસના એએસઆઈ દિનેશભાઈ પરમારને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આધેડની કપાઈ ગયેલી હાલતમાં લાશ જોતા આત્મહત્યા કે અકસ્માત તે અંગેનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. જે આધેડની ઓળખ થયા બાદ અને પોલીસ તપાસ બાદ જ સામે આવશે

