મોરબીનાં શોભેશ્વર રોડ ઉપર જૈન દેરાસર પાછળ રહેતા બિહારના વતની યુવાનને પોતાની પત્ની સાથે ફોનમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો.આ ઝઘડા બાદ યુવકને લાગી આવ્યુ હતું અને ઘરમાં ચૂંદડી વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતાં મૃતકને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તબીબે મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટ મોર્ટમ કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના શોભેશ્વર રોડ ઉપર જૈન દેરાસર પાછળ દેવેન્દ્ર રામદેવ શર્માના મકાનમાં રહેતાં અને મજૂરી કામ કરતા મૂળ બિહાર નાં સમસ્તીતીપુર જિલ્લાના વતની અરબિંદ રામબાબુ શર્મા નામના ૨૨ વર્ષના યુવાનને પોતાની પત્ની સાથે ફોનમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો ઝઘડો વધુ ઉગ્ર બની જતા તેને લાગી આવ્યુ હતું અને પોતાના જ ઘરમાં પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ આપધત કરી લીધો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

