HomeGujaratમોરબીના વિવિધ વિસ્તારમાં મેન્ટેનસને પગલે બુધવારે વિજકાપ

મોરબીના વિવિધ વિસ્તારમાં મેન્ટેનસને પગલે બુધવારે વિજકાપ

ઇન્ડિયા એક્ઝેટ ન્યુઝ તા.4

મોરબી પીજીવીસીએલની વર્તુળ કચેરીના આદેશથી મોરબીના અલગ અલગ સબ ડીવીઝન કચેરીમાં વીજ લાઈનના મેન્ટેનસ કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીમાં સુરક્ષા કારણોને ધ્યાને રાખી સબ ડીવીઝન વિસ્તારના લાગતા વળગતા ફીડર પર વીજ કાપ મુકવામાં આવે છે ત્યાર આં વખતે ફરી એકવાર મોરબી શહેર પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે બંધ રહેશે. જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન ૧૨,૧૩,૧૪,૧૫, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે..
]

આ ઉપરાંત PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી પીપીવર્કસ ફીડરમાં નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરીને પગલે તા ૫ ના રોજ સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં શ્રીમદ્ સોસા, રાજ સોસા, અનુપમ સોસા, ધરમસિદ્ધી ૧ & ૨ સુભાષ નગર, ગેલેકસી સોસા, જિલ્લા સેવા સદન, ઋષભ નગર, વગેરે વિસ્તારો તથા આસપાસ ના વિસ્તારો પાવર સપ્લાય બંધ રહેશે.
કામ પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW