HomeGujaratમોરબીના રવાપર નજીક કેનાલમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળવા મુદે કાર્યવાહીની માંગ

મોરબીના રવાપર નજીક કેનાલમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળવા મુદે કાર્યવાહીની માંગ

મોરબી શહેરની મધ્યમાંથી મચ્છુ 2 ડેમની મુખ્ય કેનાલ પસાર થાય છે જેના થકી મોરબી આસપાસના ગ્રામ્ય વીસ્તારમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે સિંચાઈ વિભાગ દ્વારા આ વર્ષે પણ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું આ સીઝન પૂર્ણ થયા બાદ જયારે પાણીની આવક બંધ થઇ ત્યાર બાદ કેનાલમાંથી ભૂગર્ભ ગટરનું પાણી ભળતું હોય તેવું સામે આવ્યું હતું આ મુદે મીડિયા અહેવાલ બાદ સિંચાઈ વિભાગની ટીમ દોડતી થઇ હતી અને ગ્રામ પંચાયત સરપંચને જાણ કરી આ ભૂગર્ભ ગટરના પાણીની આવક બંધ કરવા જણાવ્યું હતુંઅને આ માટે તાકીદે પગલા ભરવા સુચના આપવામાં આવી હતી જોકે આ સૂચનાનું પાલન થયું હોય તેમ લાગતું નથી કારણ કે આટલા દિવસ થવા છતાં હજુ પણ કેનાલ પાણી ની આવક બંધ ન થઇ હોવાનું સામે આવતા મોરબીના સામાજિક આગેવાના અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે ડી બાવરવા દ્વારા મુખ્ય મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW