HomeGujaratચેતી જજો મોરબી વાસ્યો... મરચા દળવામાં ભેળસેળ થાય છે? તાત્કાલિક સેમ્પલ લઇ...

ચેતી જજો મોરબી વાસ્યો… મરચા દળવામાં ભેળસેળ થાય છે? તાત્કાલિક સેમ્પલ લઇ તપાસ કરવા રજુવાત !

આમ તો મોરબી જિલ્લામાં રહેવું અને આરોગ્ય સાચવવું એ બંને વિરોધાભાસ હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે રામનવમીના દિવસે મોરબીના અનેક વિસ્તારોની અંદરથી અખાદ્ય ખોરાક ખાવાથી લોકોને વોમીટ અને ચક્કર આવવાની ઘટના સામે આવી હતી જેમાં 30થી વધુ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે હજુ તો આ મામલો શાંત નથી પડ્યો ત્યાં જ વધુ એક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આળસુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે હાલ મોરબીમાં બિલાડીની ટોપ ની જેમ મરચું દળવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં તંબુ નાખી ને મરચા દળવામાં આવી રહ્યા છે આ મરચું દળવામાં ભેળસેળ થતી હોવાનો ખુદ જિલ્લા ગ્રાહક સુરક્ષા દ્રારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક સેમ્પલ લેવામાં આવે અને લેબોટરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

આમ તો મોરબી ની અંદર કહેવા પૂરતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગ છે કોઈપણ વાર તહેવાર હોય ત્યારે લોકો ફરસાણ મીઠાઈ સહિતની ચીજ વસ્તુઓ ખરીદી કરતા હોય છે પરંતુ આ મીઠાઈ ફરસાણ ક્યારે બનાવવામાં આવ્યું છે? તે કોઈને જાણ પણ નથી હોતી અને જેમની જવાબદારી હોય છે એવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર કેવા પૂરતી કામગીરી કરી અને પોતાની ઓફિસમાં આરામ ફરમાતું હોય તે પ્રકારના દ્રશ્યો મોરબીમાં જોવા મળી રહ્યા છે

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી પાસેથી છેલ્લા ચાર મહિનાના આંકડા મુજબ 102 જેટલા સેમ્પલ લેવાયા છે હવે તમે જ વિચારો કે 102 સેમ્પલ લેવાયા છે તેમાં કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી હશે સાહેબ નવાઈની વાત તો એ છે કે આ સેમ્પલ લેવામાં આવે છે એ સેમ્પલ નો રિપોર્ટ દોઢ મહિના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળે છે અને ત્યારબાદ તેઓ કાર્યવાહી કરી શકે છે તો સાહેબ જે વસ્તુ બજારમાં વેચાઈ રહી છે જે ખાદ્ય ચીજ વસ્તુઓ લોકો ખાઈ રહ્યા છે તે ખાધા બાદ દોઢ મહિને ખબર પડે કે જે ખાધું છે તે ખાવા જેવું ન હતું. શું આ તમારી કામગીરી છે? શું લોકોની આરોગ્ય ની કિંમત દોઢ મહિના પછી ખબર પડશે? આવા તો અનેક સવાલો થઈ રહ્યા છે પરંતુ કેમ તમે યોગ્ય કાર્યવાહી કરતા નથી

ગઈકાલે જે ફૂડ પોઝિશનની ઘટના બની તેને લઈને ઇન્ડિયા એક્ઝેટ ની ટીમ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સાથે વાત કરવામાટે પોહચી હતી અને અધિકારીએ તો છેલ્લા ચાર મહિનાના આંકડા રજૂ કર્યા જેમાં ડિસેમ્બર થી માર્ચ સુધીમાં 102 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ તમામ સેમ્પલ લેબોટરીમાં મોકલવામાં આવ્યા છે નવાઈની વાત તો એ છે સાહેબ દ્રારા તો ત્યાં સુધી કીધું કે અમે જે રીત સેમ્પલ મોકલીએ એનો રિપોર્ટ દોઢ મહિને અમને મળે છે તો શું સાહેબ તમને એવું નથી લાગી રહ્યું કે જે ખોરાક બજારમાં વેચાઈ રહ્યો છે તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શું આની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ શું તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ આવા અનેક સવાલો થઈ રહ્યા છે

હાલ તો જે પ્રકારે મોરબીની અંદર બિલાડીની ટોપ મારફતે ફાટી નીકળેલા મરચું હળદર ધાણાજીરું દળવાના તંબુઓ દ્રારા ભેળસર થતી હોવાની ફરિયાદો ઉઠી છે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તાત્કાલિક આવા તંબુ ની અંદરથી સેમ્પલ લેવામાં આવે અને લોકો જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ નો સંગ્રહ કરી રહી છે તે હાનિકારક છે કે નહીં તેની તપાસ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યારે સેમ્પલની કામગીરી કરે છે અને ક્યારે તેનો રિપોર્ટ આવે છે તે જોવું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW