HomeGujaratસુરજબારી નજીક બંધ ટ્રકને બીજા ટ્રકે મારી ટક્કર,એકનું મોત

સુરજબારી નજીક બંધ ટ્રકને બીજા ટ્રકે મારી ટક્કર,એકનું મોત

કચ્છ તરફથી માળિયા તરફ આવતા નેશનલ હાઈવેમાં આવેલ સુરજબારી બ્રીજ પર પોલીસ ચેક પોસ્ટ નજીક .જી.જે.-૧૪-ઝેડ-૬૦૪૦ નંબરનું કન્ટેનર ખરાબ થતા બંધ પડી ગયું હતું જેથી વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ ટ્રકના ડ્રાઈવર આનંદ કુમાર હીરાલાલ પાલ ટ્રક નીચે બેસીને રીપેરીંગ કામ કરતા હતા આ દરમિયાન આર.જે.-૦૭-જી.સી.-૮૦૩૬ નંબરનો ટ્રક અચાનક ધસી આવ્યો હતો અને પાછળથી આ બંધ પડેલા કન્ટેનર ટ્રકને ઠોકર મારી હતી અચાનક લાગેલ આ ઠોકરથી ટ્રક રીપેરીંગ કરતા આનંદ પાલ પર ટ્રકનું વ્હિલ ફરી વળતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચ્વાથી તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે આર.જે.-૦૭-જી.સી.-૮૦૩૬ નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW