HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જયસુખભાઈ પટેલની જામીન અરજી પર સુનવણી હાથ ધરાઈ,...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જયસુખભાઈ પટેલની જામીન અરજી પર સુનવણી હાથ ધરાઈ, અરજીમાં આ કારણો રજુ કર્યા

મોરબી જીલ્લાની અતિ દર્દનાક ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબી જેલમાં બંધ ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડીરેક્ટર જયસુખભાઈ પટેલ દ્વારા સેસન્સ કોર્ટમાં ગત 23 માર્ચના રોજ જામીન અરજી મૂકી હતી જેના પર આજ રોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી આ જમીન અરજી મુકતા જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા કારણ રજુ કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે ઝુલતા પુલ દુર્ઘટના એક આકસ્મિક ઘટના છે જેમાં તેમના અસીલનો સીધો દોષ નથી કારણ કે તેમણે આ કામ કોઈ આર્થિક ફાયદા માટે નહી પણ સામજિક જવાબદારી રુપે કર્યું હતું જોકે આ કોઈ પ્રથમવાર રીનોવેશન ન હતું અગાઉ પણ 2008માં તેમના દ્વારા જ રીનોવેશન થયું હતું અને 2022 સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ વિના સંચાલન કર્યું હતું તેમના અસીલ દ્વારા રાજકોટના જામ ટાવરનું પણ મેન્ટેન્સ અને મેનેજમેન્ટ પણ કર્યું હતું તેમાં પણ ક્યારેય ફરીયાદ નથી આ ઉપરાંત ચાર્જ સીટમાં જે રીતે બીજો આક્ષેપ કરાયો છે કે દેવપ્રકાસ સોલ્યુસન કોઈ પણ અનુભવ વિહીન કંપનીને કામ આપવામાં આવ્યું હતું ખરેખર આક્ષેપ ખોટો છે કારણ કે 2008માં પણ આ દેવ પ્રકાશ સોલ્યુશન દ્વારા જ કરવામ આવ્યું હતું અને ત્યારે કોઈ પણ પ્રકારની ફરિયાદ વિના મેન્ટેન્સ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ચાર્જ સીટમાં બ્રીજનું યોગ્ય મેન્ટેનસ વિના સમય મર્યાદ પહેલા શરુ કરવામાં આવ્યો છે જેના પર બચાવ પક્ષ દ્વારા જણાવામાં આવ્યું હતું કે તેમની કંપની દ્વારા જયારે મેન્ટેનસ કરવામાં 12 મહિનાનો સમય આપવામાં આવ્યા હોવા છતાં એક પણ વખત પાલિકા દ્વારા કામની ચકાસણી માટે આવી નથી પાલિકાએ ક્યારેય પત્ર પણ લખ્યો નથી આ ઉપરાંત પાલિકા દ્વારા સર્ટીફીકેશન માટે પ્રકિયા હાથ ધરવામાં આવ્યા નથી આ ઉપરાંત બીજા જે પણ ચાર્જ સીટમાં મુકવામાં આવ્યા છે તે તેમના અસીલ સીધા બ્રીજ તુટવા માટે જ્વાબદાર હોય તેમ સાબિત થતું નથી જેથી તેમના અસીલને જામીન આપવા જોઈએ

બીજી તરફ સરકારી વકીલ દ્વારા આ જામીન અરજી પર વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બચાવ પક્ષના વકીલ દ્વારા ચાર્જ સીટના કેટલાક ચોક્કસ મુદાને ટાંકીને જયસુખભાઈનો બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખરેખર ચાર્જસીટ એ તપાસની એક માત્ર સમરી છે તપાસનો અંત નથી તપાસ હજુ પણ ચાલી રહી છે, જેથી હાલ પુરતી આં જામીન અરજી મંજુર ન કરવી જોઈએ તેઓએ મુદા આપતા જણાવ્યું હતા કે આ ઘટનામાં ઝડપાયેલ અન્ય 9 આરોપીઓ દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા જયસુખભાઈ પટેલ દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા તેમનું પાલન કર્યું હતું તેમ છતાં કોર્ટ દ્વારા તમામ આરોપીની જામીન અરજી રદ થઈ હતી તો જયસુખભાઈ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોય તો તેમની જામીન અરજી કેવી રીતે મંજુર થઇ શકશે સરકારી વકીલ દ્વારા અલગ અલગ કોર્ટમાં આ પ્રકારના કેસમાં જામીન અરજી રદ થવા અંગેને ચુકાદા રજુ કર્યા હતા અને જામીન અરજી રદ કરવા માંગણી કરી હતી

સેસન્સ કોર્ટના જજ પીસી જોષી દ્વારા બન્ને પક્ષની દલીલ સાંભળી હતી અને આ અંગે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો હવે આગામી મુદત માં મેજીસ્ટ્રેટ દ્વારા જામીન અરજી પર આદેશ આપવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW