HomeGujaratમોરબીમાં કોરોનાના કેસ વધતા ધારાસભ્ય,અધિકારીઓએ પીએચસીની મુલાકાત લઇ સુવિધા ચકાસણી કરી

મોરબીમાં કોરોનાના કેસ વધતા ધારાસભ્ય,અધિકારીઓએ પીએચસીની મુલાકાત લઇ સુવિધા ચકાસણી કરી

મોરબી જીલ્લામાં ચાલુ સપ્તાહમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે આ વખતે મોરબી શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યા વધુ જોવા મળી રહી છે છેલ્લા 5 દિવસમાં નોધાયેલ 63 કેસ માંથી 40 જેટલા કેસ ગ્રામ્ય વિસ્તારમાં જયારે 12 જેટલા કેસ સીટી વિસ્તારમાં આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યાને ધ્યાને લઇ આગામી દિવસમાં પણ આ કેસ વધવાની સંભાવના ના સેવાઈ રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પીએચસી સીએચસીમાં જરૂરી સુવિધા હોવી જરૂરી છે જો પીએચસી સીએચસીમાં સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ટ્રીટમેન્ટની જરૂર પડે તો શહેર સુધી ન આવું પડે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.

ત્યારે આ ગંભીરતાને ધ્યાને લઇ આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,જિલ્લા કલેકટર જી ટી પંડ્યા ડીડીઓ પી જે ભગદેવ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો કવિતાબેન દવે અને આરોગ્ય વિભાગની ટીમે ભરતનગર પીએચસી તેમજ જેતપર સીએચસીની મુલાકાત લીધી હતી અને બન્ને સ્થળે સુવિધાઓની ચકાસણી કરી હતી તેમજ પીએચસી માં જે પણ સુવિધાની જરૂરિયાત છે તે અંગે માહિતી મેળવી હતી અને વહેલી તકે ખૂટતી સુવિધા પહોચાડવા સરકાર સુધી તેમની રજૂઆત કરશે તેવી ખાતરી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW