ભારતના પાડોશી દેશ પાકિસ્તાન એક તરફ દેવળિયા ફુકાય તેવી શક્યતા તરફ ધકેલાઈ ગયું છે તો બીજી તરફ રાજકીય રીતે ચાલી રહેલી ગતિ વિધિના કારણે ગૃહ યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનને ઇસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યા છે. અહીં ભારે માત્રામાં પોલીસ બળ હાજર છે. આ પહેલાં તેના કાફલાની 3 ગાડીઓ કલ્લર કહાર પાસે એકબીજા સાથએ અથડાઇ હતી. તેઓ તોશાખાના મામલે સુનવણી માટે લાહોરથી ઇસ્લામાબાદ જઇ રહ્યા હતાં. નોંધનીય છે કે દુર્ઘટના ગાડીઓની વધુ સ્પીડના કારણે બની છે. આ જગ્યા રાજધાનીથી લગભગ 135 કિમી દૂર છે. દુર્ઘટનામાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે.
બીજી બાજુ, ઇમરાનના રવાના થયા પછી પંજાબ પોલીસ લાહોરમાં તેમના ઘર જમાના પાર્ક પહોંચી અને ગેટ તોડીને ઘરની અંદર દાખલ થઈ ગઈ છે. આ દરમિયાન તેમની PTI કાર્યકર્તાઓ સાથે પણ અથડામણ થઈ. પોલીસે PTI વર્કર્સ ઉપર લાઠીચાર્જ કર્યો છે. ઇમરાને ટ્વિટ કરીને કહ્યું- પોલીસ હું રવાના થયો પછી મારા ઘરે પહોંચી છે. મારી પત્ની એકલી છે. આ કાર્યવાહી કયા કાયદા હેઠળ થઈ રહી છે. આ બધું જ નવાઝ શરીફના પ્લાનનો ભાગ છે.
દુર્ઘટના પછી પૂર્વ પીએમે કહ્યું- મને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેઓ મારી ધરપકડ કરવા ઇચ્છે છે. આ બધું જ લંડન પ્લાનનો ભાગ છે. નવાઝ શરીફની ડિમાન્ડ છે કે ઇમરાનને જેલમાં ધકેલવામાં આવે. તેઓ ઇચ્છતા નથી કે હું કોઈપણ ચૂંટણીમાં ભાગ લઉ. હું કાયદા ઉપર વિશ્વાસ રાખું છું એટલે કોર્ટમાં હાજર થવા જઇ રહ્યો છું.
પૂર્વ PMની સુનવણીને લઇને ઇસ્લામાબાદની પોલીસે શહેરમાં કલમ 144 લાગુ કરી છે. આ દરમિયાન PTIના ચીફે ટ્વિટ કરીને કહ્યું- હવે સ્પષ્ટ છે કે, મારા તમામ કેસોમાં મને જામીન મળી ગયા હોવા છતાં, PDM સરકાર મારી ધરપકડ કરવા માગે છે. તેમના ખોટા ઈરાદાઓ જાણવા છતાં, હું ઈસ્લામાબાદ અને કોર્ટમાં જઈ રહ્યો છું કારણ કે હું કાયદાના શાસનમાં વિશ્વાસ રાખું છું. પરંતુ આ એક ખરાબ ઇરાદો અને કાવતરું છે તે બધાને ખબર

