HomeGujaratમોરબીના બહાદુરગઢ નજીક મની ટ્રાન્સફર ધંધાર્થીને આંતરી રૂ 7.27 લાખ ચીલઝડપ કરનાર...

મોરબીના બહાદુરગઢ નજીક મની ટ્રાન્સફર ધંધાર્થીને આંતરી રૂ 7.27 લાખ ચીલઝડપ કરનાર આરોપી 8 મહીને ઝડપાયો

મોરબીના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બહાદુર ગામના પાટિયા પાસે લુંટની ઘટના બની હતી. જેમાં મની ટ્રાન્સફરનો ધંધો કરતા સૈલેશ ચંદુભાઈ વડસોલા તેના ધંધાકીય ઉઘરાણી કરી મની ટ્રાન્સફરના રૂપિયા લઈને જતા હતા. તે વખતે પાછળથી બાઈકમાં આવેલ શખ્સોએ આંતરી રૂ 7.24 લાખ રોકડ મોબાઈલ સહીત 7.27 લાખના મુદામાલની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં પોલીસે 8 મહિનાથી નાસતા ફરતા શખ્સને શોધતી હતી. દરમિયાન આ આરોપી દિલીપ માનસિંગ ઓડિયા નામનો શખ્સ ઉંચી માંડલ ગામમાં ફરતો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી. બાતમી આધારે પેરોલ ફર્લોની ટીમ ઉચી માંડલથી તળાવીયા સનાળા ગામ જવાના રસ્તે સીમમાં આવેલ સ્પેન્સેરા સિરામિકમાં ત્રાટકી હતી, અને આરોપી દિલીપ માનસિંગ ઓડિયાને ઝડપી લીધો હતો. અને તેના વિરુધ્દ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW