મોરબી નગરપાલિકાની ખાલી તિજોરી ભરવા પાલિકાએ અગાઉ ધોકો પછાડ્યો હતો. મોરબી પાલિકા 83 હજાર મિલકત નોંધાયેલ છે જે માંથી પાલિકાને અંદાજિત 29કરોડની વેરા વસૂલાત કરવાની રહે છે.જેમાંથી આગાઉ 10 મહિના દરમિયાન માત્ર 9 કરોડ જ વેરો વસૂલ થયો હતો જે બાદ વેરો ભરપાઈ અને 50 હજાર કરતાં વધુ રકમનો વેરો બાકી હોય એવા બાકીદારોને નોટિસ ફટકારી હતી જોકે નોટિસ બાદ પણ રિકવરી થઈ શકી ન હતી. પાલિકાની સ્થિતિ એટલી હદે કથળી હતી કે એક તરફ સ્વભંડોળ ખાલી થઈ ચૂકી છે બીજી તરફ વેરા વસૂલાત પણ થઈ શકી ન હોવાથી તિજોરી ખાલી થઈ ગઈ હતી.
મોરબી પાલિકા પાસે લાંબા સમયથી વેરા વસુલાત ન થઈ ન હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા વેરા પર વ્યાજ માફી યોજના લાગુ કરી હતી જે બાદ પાલિકામાં વેરો ભરવા આવનર લોકોની સંખ્યામાં વધારો થયો છે. પાલિકામાં ગત 16 ફેબ્રુઆરીથી વેરા માફી યોજનાનો પ્રારંભ થયો હતો એક સપ્તાહ દરમિયાન 1072 આસામીઓ વેરો ભરવા પાલિકા કચેરી એ આવ્યા હતા અને આસામીઓ એ રૂ.86.03 લાખ વેરો ભરપાઈ કર્યો હતો તો રૂ 37.08લાખ વેરા માફી યોજના થકી બાદ મેળવ્યા હતા. હજુ આà યોજના આગામી 31માર્ચ સુધી લાગુ પડશે.બીજી તરફ પાલીકામાં 83હજાર આસામી માંથી માત્ર 21434 આસામીઓએ જ વેરો ભર્યો છે. જ્યારે 61હજાર આસપાસ વિસ્તાર જેથી આગામી દિવસોમાં હજુ પણ વેરો ભરપાઈ થાય તેવી શક્યતા છે.
હાલ વ્યાજ માફી યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે દરરોજ 100 જેટલા અરજદારો વેરો ભરવા આવી રહ્યા છે તેમાંથી 5થી 7આસામી એવા છે જેમની 50000 કે તેથી વધુ રકમ બાકી હોય તેવા આસામી વેરો ભરવા આવી રહ્યા છે. માર્ચ મહિના સુધી વેરા માફી યોજના અમલી છે જેથી આગામી દિવસોમાં આસામી વેરો ભરવા આવશે .હાલ પાલિકા પાસે રૂ.29 કરોડ નું કુલ વસૂલાત કરવાની બાકી હતી જેમાંથી હાલ33 ટકા જેટલી ભરપાઈ થઈ ચૂકી છે આગામી દિવસોમાં આ વસૂલતા વધશે તેમ હાઉસ ટેકસ વિભાગના અધિકારીઓ દલસુખભાઇએ જણાવ્યુ હતુ.

