મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં બ્રીજ મેન્ટેનસ કરનારી કંપની દેવ પ્રકાશ સોલ્યુશનના સંચાલક દેવાંગ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશભાઈ લાલજીભાઈ પરમારની પણ મોરબી પોલીસ દ્વારા દુર્ઘટના બાદ નોધાયેલ ફરિયાદ આધારે ધરપકડ કરવામાં આવી હતી જેના ત્રણ મહિના કરતા વધુ સમયથી આરોપી પિતા પુત્ર અન્ય આરોપીઓ સાથે જેલમાં બંધ છે આરોપીઓ વિરુદ્ધ મોરબી કોર્ટમાં ચાર્જસીટ પણ ફાઈલ થઇ ચુકી છે ત્યારે એક પછી એક આરોપીઓ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી રહ્યા છે. આ કેસમાં અગાઉ ઓરેવાને 2 મેનેજર સિક્યુરીટી ગાર્ડ ટીકીટ ક્ર્લાર્ક સહીત 7 આરોપી દ્વારા જામીન અરજી મૂકી હતી જે અરજી નામંજૂર થઇ હતી અને તો બાદમાં દેવ પ્રકાશ સોલ્યુશનના સંચાલક પિતા-પુત્રએ પણ જામીન અરજી મૂકી હતી જેના પર ગુરુવારે બન્ને પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી. જે બાદ મેજીસ્ટ્રેટ દ્વારા અરજી પર નિર્ણય આજ પર મુલતવી રાખ્યો હતો આંજે ફરીવાર આ કેસની સુનવણી હાથ ધરી હતી અને આજે બન્ને આરોપીની જમીન અરજી નામંજૂર કરવામાં આવી હતી

