HomeGujaratજવાબદારીથી સૌ એ હાથ ખંખેર્યા ?જયસુખ પટેલને બલીનો બકરો બનાવવના પ્રયાસો !

જવાબદારીથી સૌ એ હાથ ખંખેર્યા ?જયસુખ પટેલને બલીનો બકરો બનાવવના પ્રયાસો !

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાલ ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પટેલે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું છે અને હવે તેઓ પોલીસ રીમાન્ડપર છે પરંતુ સમગ્ર ઘટનામાં માત્ર જયસુખભાઈ પટેલને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યા હોય તે પ્રકારનો આક્રોશ મોરબીના સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે
30 ઓક્ટોબર 2022નો એ ગોઝારો દિવસ જયારે મોરબીનો ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી અને 135 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા એક દિવસ મોરબીની શાન ગણાતો આ ઝૂલતો પુલ મોરબી માટે કાળ સાબિત થયો અને બસ પછી શરુ થઇ જવાબદાર કોણ ? ની લડાઈ

સમગ્ર મામલે જેને સૌથી જવાબદાર ગણી શકાય તેવી મોરબી નગરપાલિકાએ તો ઓરેવા કપનીએ તેમની જાણ બહાર પુલ શરુ કરી દીધો છે સુફિયાણું નિવેદન આપી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લીધા હતા તો પોલીસે પણ પોતાની તપાસ અત્યંત ગુપ્ત રીતે તપાસ કરી અને ઓરેવા ગ્રુપના 9 આરોપીની ધરપકડ કરી હતી 90 દિવસમાં ચાર્જસીટ પણ રજુ કરી દીધું તો જયસુખ પટેલને ભાગેડુ પણ જાહેર કરી પણ જોડી દીધા

આ પહેલા મોરબી કોર્ટ દ્વારા જયસુખભાઈના નામનું ધરપકડ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું જેના લીધે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યું અને હવે તેઓ પોલીસ રિમાન્ડમાં છે

આ બાબતે સ્પેશ્યલ પી પી એસ.કે.વોરાએ જણાવ્યું હતું કે સરકારી તંત્રની કંપની સાથે શું સાઠ ગાઠ છે કોણે શું રોલ ભજવ્યો ?અવ સવ્પ્લના જવાબ મેળવવવા રિમાન્ડ મેળવવામાં આવ્યા છે

2020માં જયસુખભાઈ પટેલની કંપની દ્વારા પુલ ઠીક હાલતમાં ન હોવાની રજૂઆત જિલ્લા કલેકટરને કરી હતી પરંતુ ત્યારબાદ કોઈ પણ પત્રવ્યવહાર થયો નથી પુલની સ્થિતિ વિશે તંત્રને જાણ કરનાર કંપની અને તેના માલિક ને આ ઘટનામાં જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતુ આ અંગેની જાણ હોવા છતાં આ અંગે ગંભીરતા ન લેનાર તંત્ર પણ કાનુનના ગાળિયાથી દુર છે

અમને જાણ કર્યા વિના પીળ શરુ કરી દેવાયા હોવાનું કહેનાર મોરબી પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર તહેવારોના સમયમાં પુલ ઉપર ભીડ કેમ નજર ન આવી ? કેમ પાલિકા દ્વારા તેઓને ફીટનેશ સર્ટીફીકેટ વિના ચાલુ રહેવા દેવામાં આવ્યો હતો કોની મીઠી નજર હેઠળ પુલ ચાલુ કરવામાં આવ્યો હતો ?આવા અનેક સવાલોના જવાબ હજુ સુધી મળ્યા નથી.

આ ગોઝારી દુર્ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે શું માત્ર જયસુખભાઈ જ આ ઘટના પાછળ જવાબદાર છે ?કેટલાય મોટા માથાની આમાં સીધી કે આડકતરી જવાબદારી તો હશે જ આમાં સિવાય ફીટનેશ સર્ટીફીકેટ વિના પુલ ચાલુ થઇ જ થઇ ન શકે ત્યારે આગળ તપાસમાં પોલીસ આવા માથાઓની સંડોવણી બહાર લાવી શકશે કે કેમ તે જોવાનું રહ્યું ?

હાલમાં મોરબીના શોશ્યલ મીડિયામાં જયસુખભાઈને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવા મેસેજ ટ્રેન્ડ થઇ રહ્યા છે ત્યારે અહો લોકોનો સીધો સવાલ છેકે માત્ર ચાર લોકોની સહીથી કંપનીને પુલ સોપનાર પાલિકાના ચીફ ઓફિસર અનેન પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના પદાધિકારી પર કેમ કોઈ કાર્યવાહી નથી થઇ રહી શું તેઓ જવાબદાર નથી ? કે પછી તેમને બચાવવાની કોશિશ થઇ રહી છે તેવા સવાલો પણ લોકોની ચર્ચા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW