મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા આ કેસ માં એક તરફ હાઈકોર્ટમાં સુઓ મોટો કેસ ચાલી રહ્યો છે તો બીજો કેસ મોરબીની ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો છે જ્યાં અગાઉ આ ઘટનાના 9 આરોપી વિરુદ્ધ ચાર્જસીટ ફાઈલ થઇ ચુકી છે તો ત્રણ મહિનાથી નાસતા ફરતા ઓરેવા ગુર્પના એમડી જયસુખ પટેલ હાજર થયા હતા અને હાલ રીમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે .
આ દુર્ઘટનામાં હાલ ઓરેવા ગ્રુપના એમડી અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે બીજી તરફ આ ઘટનામાં મોરબી પાલિકાની પણ બેજવાબદારી હોવાનું પ્રથમ દ્રષ્ટીએ સામે આવતું હોવા છતાં આજ દિન સુધી માત્ર ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવા સિવાય કોઈ બીજી કાર્યવાહી કરાઈ નથી.
આ કામ પૂર્ણ થયા બાદ પુલ ચાલુ કરવામાં આવેલ ત્યારે સરકાર તેમજ નગરપાલિકા તેમજ સ્થાનિક ભાજપ ના આગેવાનો ને દ્વારા મોરબીની જનતાને જુલતા પુલની ભાજપ તરફ ભેટ તેવા બેનરો લાગેલા તેવું લોકો કહી રહ્યા છે. તે તો સાચું છે?. આ બેનરો કોના દ્વારા લગાવવામાં આવેલ તેની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ દુર્ઘટના થાય બાદ કાર્યવાહીના ભાગ રૂપે પુલ પર ફરજ બજાવતા લોકો ને ઘરપકડ કરીને જેલ માં પુરવામાં આવેલ છે. જયારે જયસુખ પટેલ ને હવે ઘરપકડ કરવામાં આવેલ છે. તો શું? કાયદો કાયદાનું કામ યોગ્ય રીતે કરી રહ્યો છે. ? તેવું લોકો કહી રહ્યા છે. શું? હજુ કોઈ ગુનેગાર બાકી રહેતા નથી ?
આ દુર્ઘટના માં નગર પાલિકા ના ચુટાયેલા સદસ્યો પદાધિકારીઓ ને કોઈ દોષ નથી શું? પુલનું ઉધાટન થઇ જાય. લોકો ફરવા જવા માંડે અને શું? નગરપાલિકાના આ પદાધિકારીઓને આની ની જાણ જ નહોતી? જો આ મંજુરી વગર હતું તો આ પદાઘકારી ઓ અને સદસ્યો ચુપ કેમ હતા? તો એમની તપાસ કરી ખરેખર આ લોકોને પણ ગુનેગાર ગણીને ઘરપકડ કરવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે.
હમણા સરકાર દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરતા પહેલા નગરપાલિકાના પદાધિકારીને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલી તેના અનુસંધાને સામાન્ય સભા બોલાવવામાં આવેલ તેમાં ૩૯ જેવા સભ્યો હાજર રહેવાનું જણાવવામાં આવેલ છે. અને અન્ય સભ્યો ગેરહાજર રહેલા હતા. લોકોના કહેવા મુજબ આ ગેરહાજર રહેનાર કોઈ અગમ્ય કારણોસર ગેરહાજર રહેલ અને બહાનું બીજું બતાવેલ છે.
મોરબી પાલિકામાં સામાજિક અગ્રણી અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ સીએમને લેખિત રજૂઆત કરી પાલિકાને સુપરસીડ કરવાની માંગણી કરવામાં આવી છે.

