મોરબીના ઈતિહાસની દર્દનાક ઘટનાઓ પૈકીની એક એવી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનાને હવે 85 દિવસ જેટલો સમય થઇ ગયો છે ત્યારે હવે આ કેસમાં હાઇકોર્ટની સાથે સાથે રાજ્ય સરકાર પણ સક્રિય દેખાઈ રહી છે. આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેસમાં સુનવણી હાથ ધરી હતી. અગાઉ કોર્ટ દ્વારા કેસમાં ઓરેવાના એમડી જયસુખ પટેલને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યા બાદ આજે જયસુખ પટેલના વકીલ આજે સુનવણીમાં હાજર રહ્યા હતા

કોર્ટે આજે સુનવણી હાથ ધરતા નગર પાલિકાનો રીતસર ઉધડો લેતા આકરા સવાલ કર્યા હતા કોર્ટે પાલિકાને પ્રશ્ન કર્યો હતો કે બ્રીજની સ્થિતિ આટલી ખરાબ હતી તો પગલા કેમ લેવામાં ન આવ્યા ? ઓરેવા ગ્રુપે આ રીતે બ્રીજ ચાલુ કરી નાખ્યો હતો તો તમે શું કરતા હતા તેવાં આકરા સવાલ પણ પૂછવામાં આવ્યા છે.? જોકે નગરપાલિકા કોઈ સંતોષ કારક જવાબ રજુ કરી શકી ન હતી તો રાજ્ય સરકાર પાસે અગાઉ રાજ્યમાં જર્જરિત પુલ અને તેમાં સરકાર દ્વારા શું કામગીરી કરવામાં આવી તેવા માહિતી માગી હતી જેનો સરકાર દ્વારા આજે જવાબ રજુ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ જવાબ મુજબ રાજ્યમાં કુલ 1441 બ્રિજ આવેલ છે જેમાં કોર્પોરેશન ની હદમાં 168 મેજર બ્રિજ, 180 માઈનીર બ્રિજ,નગરપાલિકા વિસ્તારમાં 32 મેજર બ્રિજ, 81 માઈનર બ્રિજ
63 મેજર બ્રિજ માં મેજર રીપેરીંગ ની જરૂર હોય અને 27 મેજર બ્રિજ રિપેર કરાયા, બાકીના ની કામગીરી ચાલુ કરાઈ હોવાનો દાવો કર્યો હતો કોર્ટે મેજર બ્રીજનું યુદ્ધના ધોરણે રીપરીગ કામ કરવા આદેશ કર્યો હતો .આ ઉપરાંત મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા બાબતે પણ નોટીસ પણ પાઠવી હોવાનું જવાબમાં જોડવામાં આવ્યું હતું

બીજી તરફ જ્યસુખ પટેલેના વકિલ દ્વારા જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનાનું તેને દુખઅને અફસોસ છે મોરબી ઝુલતા પુલ રીપેરીંગ કામ તેમણે વગદાર લોકોએ તેમની પાસે કામ કરાવ્યું હોવાનો ચોકાવનાર આક્ષેપ કર્યો હતો રાજકોટના જામટાવરની મેન્ટેન્સ જવાબદારી પણ તેમણે સોપવામાં આવી છે તેમના વકિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતક અને ઈજાગ્રસ્તને વળતર ચુકવવાથી હું છટકી શકવાનો નથી તેની મને જાણ છે પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું તેને મૃતક 135 લોકોના પરિવારના સ્વૈછીક વળતર ચુકવ્વવા ની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી
જોકે કોર્ટે વકીલના દલીલ બાદ જણાવ્યું હતું કે વળતર ચુક્કવાથી તેમના પર ચાલનાર રેવન્યુ કે ક્રીમીનલ કાર્યવાહીમાં કોઈ અસર થ્સેહ નહી અને તેમની જ્યાં પણ જવાબદારી નક્કી થશે તે જગ્યાએ કાર્યવાહી ચાલુ રહેશે.

