HomeGujaratમોરબી: રોટરીક્લબ આયોજિત ધમાલગલીમાં બાળકોની સાથે વાલીઓ મનમુકીને રમતો રમી

મોરબી: રોટરીક્લબ આયોજિત ધમાલગલીમાં બાળકોની સાથે વાલીઓ મનમુકીને રમતો રમી

વધતા જતા શહેરીકરણથી બાળકો આખો દિવસ ફ્લેટ ની અંદર પુરાયેલ રહે છે . અને મોબાઇલ ગેમ. કે કોમ્પ્યુટર સ્ક્રીનમાં રચ્યા પચ્યા રહે છે જેના કારણે ગામડાંમાં રમાતી શેરી રમતોથી નવી પેઢી દૂર જતી જાય છે. ત્યારે બાળકો ફરી શેરી રમતોને જાણે અને શેરી રમતોથી થતાં સ્વાસ્થને થતાં ફાયદાથી જાગૃતિ આવે તે હેતુથી રવિવારના વહેલી સવારે શનાળા રોડ ખાતે આવેલ ભવાની જીનીગ મિલના ગ્રાઉન્ડમાં મોરબી રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કર્યું હતું

આ ધમાલ ગલીમાં જૂની શેરી રમતો જેવી કે લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, મલ કુસ્તી,લખોટી, સાપસીડી, દોરડા કુદને ફરી જીવંત કરવા માટે આજે ભવાની જિન મિલ કું, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે ધમાલગલી નામથી બાળકોને શેરી રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધમાલગલીમાં બાળકો જૂની ભુલાયેલી શેરી રમતો રમીને બાળપણની સાચી મજા માણી હતી. બાળકો અને ખાસ નેત્રહિન ભાઈ બહેનો ક્રિકેટ, પ્લેઈગ કાર્ડ, ચેસ, લુડો સહિતની જૂની શેરી રમતો રમી હતી. રોટરી કલબ દ્વારા ધમાલગલી 2023ના આયોજનમાં 5 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના 400 જેટલા લોકો જોડાઈને રાસ ગરબા, જુમ્બા ડાન્સ,કુસ્તી, ભમરડો, લખોટી, દોરડાં કુદ, પેઇન્ટિંગ, બતક ચાલ, ચિતા ચાલ, લંગડી, ડુંગરપુરનો રાજા, દોરડાં ખેંચ, સાપસીડી, અંધ ક્રિકેટ, અંધ ચેસ, અંધ સાપસીડી વગેરે રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ અશોકભાઈ મેહતા, સેક્રેટરી રાશેસભાઈ મહેતા, બંસીબેન શેઠ, સિદ્ધાર્થ જોશી સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW