રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ અને ભૌતિક સુવિધા બાબતમાં સુધારો આવે તે માટે અલગ અલગ પ્રવૃત્તિ કરતું રહે છે અને શાળામાં તે અંગેનું મોનીટરીંગ થાય તે માટે દર વર્ષે ગુણોત્સવનું આયોજન કરે છે ત્યારે ચાલુ સૈક્ષણિક વર્ષમાં પણ ગુણોત્સવ યોજાયો હતો. રાજ્યની 32 હજાર શાળાઓનું એસેસ્મેન્ટ કરવામાં આવ્યું હતું જેમાંથી ૧૨૧૮૪ શાળાનું પરિણામ જાહેર કરાયું હતું મોરબી જીલ્લાની વાત કરીએ તો જિલ્લાની ૫૮૫ સરકારી પ્રાથમિક શાળાનું ગાંધીનગર દ્વારા નીમવામાં આવેલ 10 સ્કુલ ઇન્સ્પેકટર (એસઆઈ) દ્વારા એસેસ્મેન્ટ કર્યું હતું અને હવે તેનું પ્રથમ ચરણનું પરિણામ આવી ગયું છે .
મોરબી જિલ્લાની વાત કરીએ તો કુલ 585 શાળામાંથી પ્રથમ તબક્કામાં 140 શાળાનું જે પરિણામ આવ્યું હતું જેમાંથી 16 શાળાને ગ્રીન ઝોન મળ્યા છે તેમાં પણ હળવદઅને વાંકાનેરની 1-1 શાળાને શ્રેષ્ઠ પ્રદર્શન માટે ગ્રીન 3 કેટેગરીમાં સ્થાન મળ્યું હતું હળવદ મોરબીની 2-2 અને ટંકારાની 1 મળી કુલ 5 શાળાને ગ્રીન 2 કેટેગરીમાં સમાવવામાં આવી છે તો 9 શાળા ગ્રીન ૩ માં આવી છે
યેલો કેટેગરીની વાત કરીએ હળવદની 10 ,માળિયાની 20 વાંકાનેરની 9 ટંકારાની 32 જયારે મોરબી શહેર અને તાલુકાની 47 શાળાને મળી કુલ 118 શાળાનો યેલો કેટેગરી માં સમાવેશ કરવામાં આવ્યો હતો આ 118 શાળાનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું તો જિલ્લાની ૬ શાળા એવી હતી જેને રેડ કેટેગરીમાં સમાવવામાં આવી છે આ ૬ શાળામાં હળવદ માળિયા 2-2 મોરબી ટંકારાની 1-1 શાળાનો સમાવેશ કરાયો હતો
મોરબી જિલ્લાની એક પણ શાળાને નબળા પરીણામ માટે બ્લેક કેટેગરીમાં સમાવવામાં ન આવતા મોરબી જિલ્લા શીક્ષણ વિભાગે હાલ રાહતનો શ્વાસ લીધો હતો અને રેડ ઝોનમાં આવેલ શાળામાં ક્યા કારણોસર માર્કિંગ કપાયું છે તે અંગે જે તે શાળાને મુલ્યાંકન કરવા અને તેમાં સુધારો કરવા સુચના આપી છે

