રાજ્યભરમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ કડક ઝુંબેશ ચાલી રહી છે અને તે અંતગર્ત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની ખાતરી સાથે વ્યાજખોરોના આતંકનો ભોગ બનેલા લોકોને સામેથી બોલાવી ફરિયાદ નોધવવાની પ્રકિયા હાથ ધરી રહી છે ત્યારે ગુરુવારે મોરબી એ ડીવીઝન પોલીસ મથક સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેંજ આઈજી અશોકકુમાર યાદવની જન સંપર્ક સભાનું આયોજન કર્યું હતું જેમાં 16 જેટલા અરજદારો વ્યાજ ખોરો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી આ 16 અરજદારોએ અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ છે જે મુજબ
સૌથી વધુ એ ડીવીઝન પોલીસ મથકમાં સૌથી વધુ 8 ફરિયાદ નોધાઇ હતી જેમાં પ્રથમ ફરિયાદ મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ સુમતિ નાથ નગરમાં રહેતા શીતલબેન હિતેશભાઈ જોષી નામની મહિલાએ નોધાવી હતી તેમના જણાવ્યા મુજબ તેમના પતિ હિતેશભાઈએ રાજપરના હિતુભા નરેન્દ્રસિંહ ઝાલા પાસેથી રૂ 20 હજાર ભર્યા હતા જેના બદલમાં તેઓએ 66 હજાર જેટલી રકમ ભરી હોવા છતાં વ્યાજખોરોએ તેમના પતિના નામના કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી તેમજ બાઈકની આરસી બુક પણ લઇ લીધી હતી અને જો રકમ નહી ચુકવે તો તેના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી બનવ અંગે એ ડીવીઝન પોલીસે આરોપી હિતુભા વિરુધ્દ ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
તો બીજી એક ફરિયાદ રાહુલ નટુભાઈ ઠોરીંયા નામના વેપારીએ નોધાવી હતી રાહુલ ભાઈ પંચાસરના શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા કિરણભાઈ બોરીચા વિરુદ્ધ નોધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ આરોપી પાસેથી રૂ 2 લાખ વ્યાજે લીધા હ્તા જેના બદલામાં તેઓએ ૩.60 લાખ જેટલી રકમ ચુકવી દીધી હોવા છતાં આરોપીએ વધુ રકમની ઉઘરાણી કરી હતી અને ફરીયાદીની કાર તેમજ કોરા ચેકમાં સહીઓ લઇ લીધા હોવાનું જણાવ્યું હતું

