Wednesday, May 15, 2024
HomeCrimeરક્ષક જ ભક્ષક: ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ જ નીકળ્યો મોટો વ્યાજખોર! મહિલાએ ખુલાસો...

રક્ષક જ ભક્ષક: ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ જ નીકળ્યો મોટો વ્યાજખોર! મહિલાએ ખુલાસો કરતાં IG પણ ચૌક્યાં

રાજ્યમાં વ્યાજખોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે પોલીસનુ કામ આવા મામલે લોકોની મદદ કરવાનુ છે તે જ પોલીસ અહી વ્યાજખોર થઈને ઉભી છે. ભાવનગરમાંથી સામે આવેલ આ કિસ્સામા પોલીસ કોન્સ્ટેબલ વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતો હોવાનો ખુલાસો થતા આઈજી પણ દંગ રહી ગયા હતા. આ વિશે વિગતે વાત કરીએ તો ભાવનગર પોલીસ દ્વારા લોકદરબારનુ આયોજન કરાયુ હતુ.

રમેશભાઈએ મહાનિરીક્ષક જે.આર. મોથલિયાને જણાવ્યું હતું કે, ‘મારા દીકરાએ પોલીસકર્મીના દીકરા પાસેથી 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. 2 લાખની ઉઘરાણી કરવા પોલીસકર્મીનો હવે તેમના પુત્રને ત્રાસ આપી રહ્યા છે. મે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી પણ પોલીસકર્મીના દીકરાએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા અને કેસ પાછો ખેંચવા આરોપીના પિતા પણ મને ધમકીઓ આપે છે.

આ સિવાય તેમણે જણાવ્યુ કે ફરિયાદ પાછી ખેંચવા કહેવાય રહ્યુ છે. હું હેન્ડીકેપ છું હું આજે કંઈ કરી શકું તેમ નથી. મને મદદ કરવા વિનંતી.’ આ મામલે રેન્જ IG જે.આર.મોથલિયાએ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આજના લોકદરબારમાં પોલીસકર્મીના દીકરાની વ્યાજખોરીની ઘટના સામે આવી છે. આ રજૂઆત પર અમે તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીશુ

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,965FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW