HomeGujaratમોરબી બિલ્ડીંગ ધારકોને પાલિકાની આખરી નોટિસ, જો ફાયર સર્ટીફીકેટ નહિ હોઈ તો...

મોરબી બિલ્ડીંગ ધારકોને પાલિકાની આખરી નોટિસ, જો ફાયર સર્ટીફીકેટ નહિ હોઈ તો સીલ લાગશે !

રાજ્યમાં ફાયર પ્રિવેન્શન એક્શન બાબતે ભૂતકાળમાં કરાયેલ બેદરકારીના કારણે સુરતમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ભયંકર આગની ઘટના બની હતી આ ઉપરાંત રાજકોટ અમદાવાદ સહિતની મોટી હોસ્પિટલમાં આગની ઘટના બની હતી.આ ઘટનામાં અગાઉ અનેક નિર્દોષ લોકોના જીવ ગયા હતા.રાજ્ય સરકાર થી લઈ સ્થાનીક વહીવટી તંત્રની બેદરકારીનો નાના બાળકોથી લઈ વૃધ્ધ લોકોનો જીવ ગયા બાદ હાઇકોર્ટે ફાયર બાબતે કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવતા સરકારને જાણે સદબુધ્ધિ આવી હોય અને વિવિધ નગરપાલીકા અને મહાનગર પાલિકામાં કડક એક્શન લેવામાં આવ્યા હતા જેનાં ભાગરૂપે શહેરી વિકાસ વિભાગ અને રાજ્ય આપતી વ્યવસ્થાપન વિભાગ દ્વારા જરૂરી દિશા નિર્દેશ આપ્યો હતો જેને લઈ દરેકે નગરપાલિકા વિસ્તારમાં ફાયર સિસ્ટમ લગાવવા અને ફાયર વિભાગ માંથી એનઓસી લેવા આદેશ આપ્યો હતો. જેને પગલે મોરબી નગરપાલિકા દ્વારા પણ 2021 માં મિલકત ધારકોને નોટિસ ફટકારી ફાયર પ્રિવેન્શન સિસ્ટમ લગાવવા અને પાલિકા પાસેથી નોં ઓબ્જેશન સર્ટિફિકેટ લેવા આદેશ આપવામાં આવ્યો હતો જે બાદ પાલિકા દ્વારા આ સિસ્ટમ ન લગાવનાર મિલ્કત ધારકોને ઓક્ટોબર 2021 માં નોટિસ ફટકારી હતી અને તેમ છતાં કેટલીક મિલ્કત ધારકોએ ડિસેમ્બર 2021માં બીજી નોટિસ ફટકારી હતી અને ફાયર સિસ્ટમ લગાવવા જણાવ્યું હતું.બે બે નોટિસ ફટકારી હોવા છતાં મોરબી પાલિકા વિસ્તારમાં 156 બિલ્ડિંગમાં ફાયર એનઓસી લેવાય ન હતી કે ફાયર સિસ્ટમ ન લગવાતા આજે મોરબી પાલિકા ઇન્ચાર્જ ચિફ ઓફીસર દ્વારા 156 બિલ્ડીંગ ધારકો ને નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં ફાયર સિસ્ટમ લગાવવા સૂચના આપવામાં આવી છે. જો ત્રણ દિવસમાં સિસ્ટમ નહીં લગાવવામાં આવે તો આ મિલ્કત ધારકોને સીલ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW