સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયન સ્ટેડિયમ ખાતે રમાયેલ રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ બી ના સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે ના મુકાબલો રમાયેલ હતો.આ મેચ માં ટોસ જીતીને દિલ્હીએ પ્રથમ દાવ લીધો હતો પરંતુ સૌરાષ્ટ્ર ના કેપ્ટન અને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટએ મેચની પ્રથમ ઓવરમાં હેટ્રિક લઈ રેકોર્ડ બનાવ્યો હતો.જયદેવ ઉનડકટએ 39 રન આપીને દિલ્હીના 8 બેટ્સમેનને આઉટ કર્યા હતા તેથી દિલ્હીની ટીમ પ્રથમ ઈનિંગમાં 133 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

જેના જવાબમાં સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટ્સમેન હાર્વીક દેસાઈના 107 રન, અર્પિત વસાવડાના અણનમ 152 રન,ચિરાગ જાની,સમર્થ વ્યાસ,પ્રેરક માકડ અને જયદેવ ઉનડકટની અર્ધ સદીના સહારે 574 રન 8 વિકેટએ બનાવી દાવ ડિકલેર કર્યો.દિલ્હીની ટીમને બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્રના યુવા સ્પિનર યુવરાજસિંહ ડોડીયાએ 5 વિકેટ ઝડપી 227 રનમાં ઓલઆઉટ કરી દીધી જેથી સૌરાષ્ટ્રની ટીમએ એક ઈનિંગ્સ અને 214 રને ભવ્ય વિજય મેળવ્યો અને સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો