રાજ્યમાં અલગ અલગ જેલમાં મોબાઈલ કે વ્યસનની ચીજ વસ્તુઓ કે વાંધાજનક વસ્તુઓ રાખવા પર પ્રતિબંધ હોવા છતાં જેલ કર્મીઓની નજર ચૂકવી કેદીઓ ચીજ વસ્તુ રાખતા હોય છે ત્યારે આજે પોરબંદર જેલમાં એલસીબીની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું
પોરબંદર એલ.સી.બી. પી આઈ એચ.કે.શ્રીમાળી તથા એલ.સી.બી. સ્ટાફ તથા કમલાબાગ પોલીસ મથક ના ઇન્ચાર્જ પી આઈ કે.એન.ઠાકરીયા કમલાબાગ ડી.સ્ટાફ તથા બીડીડીએસ સ્ટાફ દ્વારા ખાસ જેલનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ જેલની બેરેકોમાં બીડીડીએસ ના ઉપકરણો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને ચેકીંગ દરમ્યાન જેલના મિલ્કત સંબંધી તથા ગંભીર ગુન્હાઓના આરોપીઓની પુછપરછ કરવામાં આવી હતી. જો કે ચેકીંગ દરમ્યાન કોઇ ગેરકાયદેસર કે વાંધાજનક ચીજ વસ્તુ મળી આવી ન હતી.

