આ બુધવારે થયેલ કેબિનેટમાં લેવાય નિર્ણય મુજબ આજે અમદાવાદ ખાતે 28 અને ગાંધીનગર ખાતે એક એમ કુલ 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે.
સમાજના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચે અને જરૂરિયાત ધરાવતો દરેક વ્યક્તિ તેનો મહત્તમ લાભ લઈ શકે અને આ રીતે અંત્યોદય ઉદ્ધારનો આપણો સંકલ્પ પ્રાપ્ત કરવા માટે વધુ એકદમ વધારી શકાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની આગેવાની હેઠળ લેવાય નિર્ણયનો આજથી અમલ શરૂ કર્યો છે.
આ તમામ કેન્દ્રો ઉપર આવનાર શ્રમિક પોતાનું ઈ નિર્માણ કાર્ડ લઈ આવશે અને તેનો ક્યુ આર કોડ સ્કેન કરાવી પોતાના ટિફિનમાં કે જમવા માટે રૂપિયા પાંચમા ટોકન ટોકન દરે તેને અને તેના પરિવારને એક સમયનું ભોજન પૂરું પાડવામાં આવશે.
જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે.
બાંધકામ સાઈટ પર ૫૦ થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને બાંધકામ સાઈટ પર જ ડિલિવરી મળી રહે તે માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. સદર ૨૯ કડીયાનાકા પર માસિક ૭૫ હજાર જેટલા ભોજન વિતરણ થશે.
આ અગાઉ અમદાવાદના 19 કેન્દ્રો અને ગાંધીનગરના ત્રણ કેન્દ્રો ઉપર આ યોજના ચાલુ હતી અને આજે અમદાવાદના 28 કેન્દ્રો અને ગાંધીનગરના એક કેન્દ્ર એમ કુલ મળીને 51 કેન્દ્રો ઉપર હાલ આ યોજના કાર્યરત રહેશે.
તા.: ૦૮/૧૦/૨૦૨૨ થી આજ દિન સુધી ૧.૮૩ લાખ કરતા વધારે શ્રમિકો દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન લેવામાં આવેલ છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ૨૦૧૭ થી અત્યાર સુધી કુલ – ૧.૧૬ કરોડ જેટલા ભોજન વિતરણ થયેલ છે.
જરૂરિયાત ધરાવતા મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને તેમને કમસેકમ એક ટાઈમનું પૌષ્ટિક ભોજન મળી રહે તેઓ શુભ આશય આ યોજના હેઠળ છે.
સદર યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે પોર્ટલ બનાવેલ છે. સદર પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે. સદર પોર્ટલ સી.એમ. ડેશબોર્ડ અને જન સંવાદ સાથે ઈંટગ્રેશન કરવામાં આવેલ છે.
આગામી સમયમાં રાજ્યના વિવિધ મહાનગરોમાં શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ નવા કેન્દ્ર શરૂ કરવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે.

