પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ 15મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી એટલે કે એક મહિના સુધી ઉજવવામાં આવશે. આ માટે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા જોરદાર આયોજન પણ કરવામાઁ આવ્યું છે અને મહોત્સવ શરૂ થયો ત્યારથી કોઈને કોઈ જ તકલીફ નથી પડી. પરંતુ નિસ્વાર્થ ભાવે સેવા કોને કહેવાય એનું તાજો દાખલો હાલમાં સામે આવ્યો છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં બે એવી મહિલાઓ કામ કર રહી છે કે જેના ચારેકોર વખાણ કરવામાં આવી રહ્યા છે, કારણ કે સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા લવજી બાદશાહના ઘરની દીકરીઓ અને વહુઓ પણ આ મહોત્સવમાં સેવા આપી રહી છે.
ખાસ વાત એ છે કે જેના પિતાના બિઝનેસનું ટોન હોવર 5000 કરોડથી વધુનું છે તેવી ગોરલ અજમેરા અને અજમેરા પરિવારને પુત્ર વધુ સામાન્ય વ્યક્તિઓની જેમ કામ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો સામે આવતા લોકો તેમના વખાણ કરી રહ્યા છે. તેમના હાથમાં અને માથે તગારા ઊંચકવાની સાથે ફૂલ છોડ ઉગાડવામાં પણ ખૂબ જ મહેનત કરી છે. તેમને એ વાતનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જેમને સેવા કરવી હોય તેઓ સામાન્ય સેવકની જેમ સેવા કરી શકે છે તેના માટે સંપત્તિ ક્યારેય આડે આવતી નથી.
માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ આ તહેવારને લઈને ઉત્સાહિત છે. પરિણામે, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે દેશવાસીઓ જ નહીં પણ દેશ-વિદેશના લોકો પણ એટલા જ ઉત્સાહિત છે. તેની અસર પ્રવાસન ક્ષેત્રમાં દેખાઈ રહી છે, જેના કારણે ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનાની એર ટિકિટના દરમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે. તેમાં પણ હજુ વધારો થઈ શકે છે. પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ટ્રાવેલ એજેન્ટોનું માનવું છે કે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉપરાંત ડિસેમ્બર મહિનો NRIs માટે લગ્ન અને વતન પાછા ફરવાની સિઝન પણ છે.