મોરબીના ઓદ્યોગિક વિસ્તાર એવા લાતીપ્લોટ વિસ્તારની હાલત અતિ ગંભીર બની ગય છે. ખુલ્લી ગટરના ઢાંકણા અને ઉભરાતી ગટરના કારણે લાતી પ્લોટના વેપારીઓ અને રાહતદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જેમાં લાતી પ્લોટ વિસ્તારના ૫-૬ના છેલ્લે આવેલ પટેલ ટાન્સપોર્ટની બાજુમાં છેલ્લા ૬ મહિનાથી ગટર ઉભરાઇ રહી છે. જોકે આ અંગે વેપારીઓએ નગરપાલિકાને અનેક વાર મૌખિક રજુઆતો કરી છે. પરંતુ નગરપાલિકાના કામદારો વાહન સાથે આવી ગટરમાંથી જેવા તેવા કચરાનો નિકાલ કરી જતા રહે છે. એટલું જ નહીં ઉભરાતી ગટરનાં ઢાંકણાને બંધ કરવાની પણ તસ્દી નથી લેતા તેવું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું.
જોકે, ઓદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટ નર્કાગાર જેવી સ્થિતિમાં હાલ જોવા મળી રહ્યો છે. હાલ તો ૬ મહિના સુધી ઉભરાતી ગટરના કારણે લાતી પ્લોટ વિસ્તારના રોડ ઉભર ગટરના પાણી ફળી વળ્યા છે. સાથે જ મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. જેથી આવનાર દિવસોમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત છે.

