મોરબીના ગાળા ગામમાં તા 18 ના રોજ અંદરપા પરિવારનો સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન કાર્યક્રમમાં કુટુંબના વિધાર્થીઓ દ્વારા પરિવારના આગેવાન તેમજ સામાજિક આગેવાનોનું સ્વાગત સાથે સન્માન કર્યું હતું તો ગામની ગરબી મંડળમાં દર વર્ષે ગરબાગાઈ સેવા આપતા ગાયકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાકાર્યક્રમમાં અંદરપા પરિવારના બાળકો અને યુવાનો શિક્ષણ તેમજ નોકરી વ્યવસાયમાં પ્રગતી કરે તે માટે જરૂરી માર્ગદર્શન વડીલો દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ પોતાની કારકિર્દી ઉજ્જવળ બંને તેવી શુભેચ્છા પાઠવી હતી.આ સ્નેહ મિલન સમારોહના ગામમાં તેમજ અન્ય સ્થળોએ વસવાટ કરવા જતા રહેલા પરિવાર પણ જોડાયો હતો અને પરિવાર દ્દવારા વર્ષે સ્નેહમિલન થાય છે. આવનાર સાત વર્ષના સ્નેહમિલન કાર્યક્રમના એડવાન્સમાં દાતાએ બુકિંગ કરાવ્યું હતું

