Tuesday, March 18, 2025
HomeGujaratદેવાયતના ડાયરા હવે જેલના હવાલે, ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલહવાલે કરાયા, રાણો...

દેવાયતના ડાયરા હવે જેલના હવાલે, ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલહવાલે કરાયા, રાણો હવે રાણાની રીતે નહીં કેદીની રીતે.

છેલ્લા કેટલાય સમયથી દેવાયત ખવડનો મુદ્દો ભારે ચર્ચામાં હતો. લોકો રાહ જોઈ રહ્યા હતા કે આખરે આ સેલેબ્રિટી છે તો શું એને સજા મળશે કે કેમ, કે પછી છૂટી જશે, પરંતુ આજે કાયદાએ કાયદાનું કામ કર્યું અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા હતા. જે બાદમાં આજે ખવડ સહિત ત્રણેયઆરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. હવે માહિતી સામે આવી રહી છે કે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે.

ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદમાં કોર્ટે દેવાયત ખવડ સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે આજે આ રિમાન્ડ પૂર્ણ થાય બાદ ત્રણેયને કોર્ટમાં રજૂ કરાયા હતા. હાલમાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે ત્રણેય આરોપીઓને જેલભેગાં કરીલ દીધા હતા. બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરાયા અને હવે જેલમાં જ રહેશે.

છેલ્લા 14 દિવસથી દેવાયત ખવડના મારામારીના કેસની ચર્ચા ચાલી રહી છે અને હવે એક નવો જ વળાંક સામે આવ્યો હતો હાલ રાજ્યભરમા ચર્ચામા રહેલા રાજકોટના દેવાયત ખવડના મારામારી ઘટના મામલે બચાવપક્ષના વકીલે દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ નથી. તો પછી આટલા દિવસ સુધી દેવાયત ભાગતો કેમ ફરતો હતો અને જો એ નહોતો તો પછી આટલી ચર્ચા પછી એણે કેમ કોઈ ખુલાસો જ ન કર્યો કે આ હું નથી કે પછી આ કેસ સાથે મારે કોઈ લેવા દેવા નથી.

આ સાથે જ એક બીજો મોટો પ્રશ્ન એ પણ છે કે જ્યારે એ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો ત્યારે પણ મીડિયા સામે એણે એટલું જ કહ્યું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. જો એ વીડિયોમાં હતો જ નહીં તો એ ત્યારે પણ બોલી જ શકતો હતો કે હું છું જ નહીં. તેથી હવે લોકોને એવું લાગી રહ્યું છે કે આ બધો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે અને પોલીસથી બચવા માટે બધા કાવતરાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુનાવણીમાં શું થાય છે એ પણ હવે જોવાનું રહ્યું.

વકીલે કહ્યુ છે કે CCTVમાં માર મારનારનું મોઢું પણ સરખી રીતે દેખાઈ રહ્યુ નથી. આ આપસી દુશ્મનીનો મામલો છે. આ સાથે વકીલે કહ્યુ કે પોલીસે જે કલમ લગાવી છે તે પણ ખોટી છે. આ 307 હેઠળનો મામલો છે જ નહી.

આગળ વાત કરતા વકીલે કહ્યુ કે જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે જ્યારે બીજી તરફ CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિનુ પણ મોઢું નથી દેખાતું. જે વ્યક્તિ ડંડા કે લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
49,206FollowersFollow
2,630SubscribersSubscribe

TRENDING NOW