રાણો રાણાની વાતું કરનાર લોક સાહિત્યકાર દેવાયત ખાવડ પર એક યુવાનને જાહેરમાં ધોકા પાઈપથી હુમલો કરી મારામારી કરવા અંગે ફરિયાદ નોધાઇ હતી ફરિયાદ બાદથી દેવાયત ફરાર થઈ ગયો હતો. જોકે 9 દિવસ બાદ અચાનક પોલીસ સમક્ષ હાજર થયો હતો. આ પહેલા તેણે આગોતરા જામીન માટે અરજી પણ કરી દિધી હોય જેથી આવતીકાલે કોર્ટમાં આગોતરા જામીનની સુનવણી હાથ ધરવાની છે. સુનવણી પૂર્વે જ દેવાયત ખાવડ હાજર થતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. જોકે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો છે કે પછી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન પોલીસ દ્વારા આપવામાં નથી આવ્યું. પરંતુ દેવાયત ખાવડ ની ધરપકડ ગમે ત્યારે થઈ શકે તેમ છે. ગત 7મી તારીખના રોજ દેવાયત ખાવડ પોતાના સાગરિત સાથે મળીને મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત 14 મી તારીખના રોજ મયુરસિંહ રાણા અને તેના પરિવાર દ્વારા દેવાયત ખાવડ ને લઇ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. જે ફરિયાદમાં વર્ષ 2021 માં ઘટીત ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ પોલીસના હાથે ન ઝડપાતા ગુરૂવારના રોજ ક્ષત્રિય સમાજ દ્વારા પણ ડીસીપી સુધી દેસાઈને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ દેવાયત ખાવડ ઘટના ઘટયાના આઠ દિવસ બાદ પણ પોલીસના હાથે ન ઝડપાતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા હતા. દેવાયત ખાવડ અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ ખુદ મયુરસિંહ રાણા ના પરિવારજનો પ્રેસ કોન્ફરન્સ કરીને લગાવી ચૂક્યા છે. ગત સાતમી તારીખના રોજ મયુરસિંહ રાણા જ્યારે પોતાના ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે સર્વેશ્વર ચોક નજીક દેવાયત ખાવડ અને તેની સાથે સામેલ અન્ય વ્યક્તિ દ્વારા મયુરસિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મયુરસિંહ રાણાને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા