HomeNationalInter Nationalમલેશિયામાં ભૂસ્ખલનથી 2નાં મોત, 50થી વધુ લાપતા..

મલેશિયામાં ભૂસ્ખલનથી 2નાં મોત, 50થી વધુ લાપતા..

મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં શુક્રવારે સવારે ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે ભૂસ્ખલનને કારણે તેના કાટમાળમાં 50થી વધુ લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. મળતી માહિતી મુજબ, આ ભૂસ્ખલન કુઆલાલંપુરના બહારના વિસ્તારમાં થયું હતું.

શુક્રવારે વહેલી સવારે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરની બહાર એક પ્રવાસી શિબિર સ્થળ પર ભૂસ્ખલન થતાં બે લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 51 લોકો ગુમ થયાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આશંકા છે કે આમાંથી 50થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

મલેશિયાના ફાયર એન્ડ રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુઆલાલંપુરથી લગભગ 50 કિલોમીટર દૂર સેન્ટ્રલ સેલાંગોરના બટાંગ કાલીમાં ‘કેમ્પસાઇટ’ પર ભૂસ્ખલન થયું ત્યારે કુલ 79 લોકો હાજર હતા. ‘કેમ્પસાઇટ’ એવી જગ્યા છે જ્યાં લોકો સમય પસાર કરવા માટે તંબુ મૂકે છે. આવા સ્થળો સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે એક બાળક અને એક મહિલા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્રણ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે અને લગભગ 51 લોકો ગુમ છે. અન્ય 23 લોકોને પણ બચાવી લેવાયા છે. સેલાંગોરના અગ્નિશમન અને બચાવ વિભાગના વડા નોરજમ ખામીસને ટાંકીને જણાવ્યું હતું કે સવારે 2.24 વાગ્યે ઘટનાની જાણ થતાં લગભગ અડધા કલાક પછી અગ્નિશામકો સ્થળ પર પહોંચવાનું શરૂ કર્યું હતું.

વિભાગના જણાવ્યા અનુસાર લગભગ ત્રણ એકર વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. બર્નામાએ એક વિડિયો પણ શેર કર્યો છે જેમાં કર્મચારીઓ બચાવી લેવામાં આવેલા લોકોને ઘટનાસ્થળેથી નજીકના પોલીસ સ્ટેશન લઈ જતા જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે મૃતકોની સંખ્યામાં મોટો વધારો થઈ શકે છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW