HomeNationalગુજરાત: મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બાદ PM મુલાકાત પાછળ 30 કરોડનો ખર્ચની...

ગુજરાત: મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બાદ PM મુલાકાત પાછળ 30 કરોડનો ખર્ચની ફેક ટ્વીટ બદલ TMCના રાષ્ટ્રીય પ્રવક્તાની ધરપકડ

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા આ ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી અને ઘટના સ્થળે ગયા હતા. જ્યાં તેઓ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા દર્દી અને તેના પરિવારને મળ્યા હતા આ મુલાકાતના અમુક દિવસ એક સમાચાર પત્રમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડનો ખર્ચ થયો હોય અને તેનો ખુલાસો આરટીઆઈ થયા હોવાનો ફેક મેસેજ વાયરલ કર્યો હતો આ મેસેજને ટીએમસીના સાંસદ સાકેત ગોખલે દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી જોકે આ ખોટી ટ્વીટ હવે તેમના માટે મુસીબત બની છે બનાવની ગુજરાત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ફરિયાદ નોધવામાં આવી હતી અને ત્યાર બાદ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે.

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે કેન્દ્ર સરકારના મોટા ટીકાકાર તરીકે ઓળખાય છે. ટીએમસીના રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ડેરેકે ટ્વિટ કર્યું, “સાકેતે સોમવારે રાત્રે 9 વાગ્યાની ફ્લાઇટ નવી દિલ્હીથી જયપુર લીધી. જ્યારે તે ઉતર્યો ત્યારે ગુજરાત પોલીસ રાજસ્થાનના એરપોર્ટ પર તેની રાહ જોઈ રહી હતી અને તેની ધરપકડ કરી હતી. આરોપ છે કે મોરબી બ્રિજ પરના નિવેદન બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW