HomeNationalદિલ્હી:ભારે વિરોધને પગલે જામા મસ્જિદને ઝૂકવું પડ્યું, મહિલાઓની એન્ટ્રી પ્રતિબંધનો નિર્ણય પાછો...

દિલ્હી:ભારે વિરોધને પગલે જામા મસ્જિદને ઝૂકવું પડ્યું, મહિલાઓની એન્ટ્રી પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચ્યો..

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં એકલી કે સમૂહમાં મહિલાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા મુદે વિવાદ વધી રહ્યો હતો.આ મુદે દિલ્હીની LGની પણ એન્ટ્રી થઇ ગઇ હતી. સૂત્રો અનુસાર દિલ્હીનાં ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ જામા મસ્જિદનાં શાહી ઇમામ બુખારી સાથે વાત કરી હતી. સાથે જ તેમણે છોકરીઓનાં પ્રવેશને પ્રતિબંધિત કરતો આદેશ રદ કરવાનું નિર્દેશન આપ્યું હતું. માહિતી અનુસાર ઇમામ બુખારીએ ઉપરાજ્યપાલનાં આદેશ સાથે સહમતિ દર્શાવી હતી. આ સાથે જ મસ્જિદની પવિત્રતાનું સન્માન જાળવવા માટે અનુરોધ કર્યો છે.

જામા મસ્જિદ એક નોટિસનાં કારણે વિવાદોમાં
દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ એક નોટિસનાં કારણે વિવાદોમાં આવી રહી હતી. મસ્જિદમાં બધી જગ્યાએ નોટિસ લગાવવામાં આવી હતી- જામા મસ્જિદમાં છોકરી કે છોકરીઓને એકલા અંદર આવવાની મનાઇ છે. આ નોટિસ જાહેર થતાં જ વિવાદો શરૂ થઇ ગયાં. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મુદે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતમાં તાલિબાની નિર્ણયોને માન્યતા ન આપી શકાય. હવે જામા મસ્જિદનાં PRO અધિકારીએ આ વિવાદ પર સ્પષ્ટતા જાહેર કરી હતી.

જનરલ સેક્રેટરીએ કહ્યું કે બોર્ડમાં કોઇક ભૂલ હતી
આ પહેલા જામા મસ્જિદનામ RWAનાં જનરલ સેક્રેટરી મહોમ્મદ સલમાને કહ્યું કે બોર્ડમાં કોઇક ભૂલ હતી. આ મુદામાં અમે શાહી ઇમામથી વાત કરવાનાં છીએ. સમય જતાં આ ભૂલને પણ બરાબર કરી દેવામાં આવશે. હવે શું ભૂલ કે શું ચૂક થઇ તે અંગે મહોમ્મદ સલમાનની તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. માત્ર એવું કહેવામાં આવ્યું છે કે ભૂલ સુધારી લેવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW