HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતક પરિવારને રૂ.4 લાખ નહિ રૂ.10 લાખ ચુકવવા...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતક પરિવારને રૂ.4 લાખ નહિ રૂ.10 લાખ ચુકવવા હાઈકોર્ટની તાકીદ

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત થયા છે કજેમાં સૌથી વધુ બાળકો અને યુવાનોનો સમાવેશ થયો છે ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મૃતકના પરિવારને 4-4- લાખની સહાય ચૂકવી હતી , બીજી તરફ આ ઘટનામાં પીડિત પરિવાર દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સુઓમોટો લઇ કેસની ઝડપી સુનવણી હાથ ધરી રહી છે ત્યારે આજે આ કેસની હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે મૃતક પરિવારને 4-4 નહી પણ 10 લાખ વળતર આપવા તાકીદ કરી હતી સાથે સાથે જે બાળકોએ તેમના બન્ને માતા પિતા ગુમાવ્યા છે તેઓને 37 લાખનું વળતર ચુકવવા પણ તાકીદ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તને પણ માત્ર 50 હજાર વળતર આપેલ છે તે પણ ખુબ ઓછું છે

આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા મૃતકની જે યાદી તૈયાર કરી કોર્ટમાં રજુ કરવામાં આવી હતી તેમાં જ્ઞાતિનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો તેમ કહી સરકારની ઝાટકણી પણ કાઢી હતી.આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ કર્યો છે કે રાજ્યમાં જેટલા પણ બ્રીજ છે તે તમામ બ્રીજની કંડીશન અંગેનો 10 દિવસમાં રીપોર્ટ જમા કરાવે

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં હાઈકોર્ટ દ્વારા કડકડ વલણ રાખી સુઓમોટો લઇ રાજ્ય સરકાર માનવ અધિકાર પંચ મોરબી પાલિકા સહિતના તમામ વહીવટી તંત્ર કોની શું જવાબદારી તે અંગે નાનામાં નાની બાબતનું ઝીણવટ પૂર્વક ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા હવે કેવા પગલા લેવામાં આવે છે તે પણ સમય આવે ખ્યાલ આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW