HomeGujaratઅરુણાચલ પ્રદેશના બસર વિસ્તારમાં અને મહારાષ્ટ્ર ના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા ….

અરુણાચલ પ્રદેશના બસર વિસ્તારમાં અને મહારાષ્ટ્ર ના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા ….

બુધવારે વહેલી સવારે અરુણાચલ પ્રદેશના બસર વિસ્તાર માં મહારાષ્ટ્ર ના નાસિક માં ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અરુણાચલ પ્રદેશ માં આજે સવારે 07:01 વાગ્યે બસરથી 58 કિમી ઉત્તર-પશ્ચિમ-ઉત્તર માં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ ની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. તે જ સમયે, મહારાષ્ટ્ર ના નાસિક થી 89 કિમી પશ્ચિમમાં આજે સવારે 04:04 વાગ્યે 3.6 તીવ્રતા નો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ જણાવ્યું કે ભૂકંપ ની ઊંડાઈ જમીન થી 5 કિમી નીચે હતી.

લદ્દાખ ના લેહ અને કારગીલ માં ભૂકંપ ના આંચકા

આ પહેલા મંગળવારે લદ્દાખ ના લેહ અને કારગીલ માં ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપ ની તીવ્રતા 4.3 હતી. ભૂકંપ નું કેન્દ્ર કારગિલ થી 191 કિમી ઉત્તરમાં હતું.

તુર્કી માં ભૂકંપ ના તીવ્ર આંચકા અનુભવાયા હતા

આજે સવારે લગભગ 06:38 વાગ્યે તુર્કી ના અંકારા થી 186 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ માં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ જણાવ્યું કે ભૂકંપ ની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW