સાઉદી અરેબિયાએ બે વર્ષના ગાળા બાદ ડ્રગ્સના ગુના માટે 10 દિવસમાં 12 લોકોને મોતની સજા આપી છે…અને મોત પણ એવું આપ્યું છે કે સાંભળીને જ સ્તબ્ધ થઇ જવાય. બળાત્કાર અને ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં પકડાયેલા 12 લોકોનું તલવારથી માથું કાપી નાખવામાં આવ્યું હતું. ટેલિગ્રાફે અહેવાલ આપ્યો છે કે મૃત્યુદંડની સજા પામેલાઓમાં ત્રણ પાકિસ્તાની, ચાર સીરિયન, બે જોર્ડન અને ત્રણ સાઉદીનો સમાવેશ થાય છે.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા આવી સજા ઘટાડવાના અગાઉના વચન છતાં આ પ્રકારની સજા આપવામાં આવી રહી છે. એક રેકોર્ડ અનુસાર આ વર્ષે 132 લોકોને આવું ખોફનાક મોત આપવામાં આવ્યું છે. જે 2020 અને 2021ના સંયુક્ત મામલાઓ કરતા પણ વધું છે.
2020માં જમાલ ખાશોગીની હત્યા બાદ સાઉદી અરેબિયાએ મૃત્યુદંડને નાબૂદ કરવા માટે કાયદામાં ફેરફારની દરખાસ્ત કર્યા પછી અહિંસક ગુનાઓ પર નરમાઈના વધુ સંકેતો હતા.પરંતુ આવું થતું જણાતું નથી. સાઉદી સત્તાવાળાઓ ફરીથી મોટી સંખ્યામાં અને ગુપ્ત રીતે ડ્રગ અપરાધીઓના શિરચ્છેદ કરી રહ્યા છે.

