વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે ત્યારે આજરોજ ફરી એક વખત ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપી દીધું છે ભાવેશ કટારા કેસરિયા ધારણ કરે તેવી ચર્ચાઓ હાલતો થઈ રહી છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે છેલ્લા બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ત્રણ જેટલા ધારાસભ્યો જોવા મળી રહ્યા છે ભગાભાઈ બારોટ અને મોહનસિંહ રાઠવા એ કોંગ્રેસને અલવિદા કહી કેસરિયા ધારણ કર્યા છે ત્યારે આજે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ કોંગ્રેસને અલવિદા કહી દીધી છે ટૂંક સમયમાં તેઓ કેસરિયા કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે
અત્યાર સુધીમાં કોંગ્રેસને 20 જેટલા ધારાસભ્યોએ અલવિદા કઈ છે
ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયા, ડાંગના ધારાસભ્ય મંગલ ગાવીત, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોતમ સાબરીયા, રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, લીમડી ના ધારાસભ્ય સોમા પટેલ, ઊંઝા ના ધારાસભ્ય આશા પટેલ, અબડાસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, જામનગર શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, વિસાવદર ના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, તાલાલા ના ધારાસભ્ય ભગા બારડ અને ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા સહિતના ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કહી ભાજપના કેસરિયાના રંગમાં રંગાઈ ગયા છે

