
રાજકોટ મોરબી રોડ પર ટંકારાના ભાગોળે આવેલા રામાપીરના મંદિર પાસે બંધ ટ્રક પાછળ ડબલ સવાર મોટરસાઇકલ ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ટંકારાના ઉગમણાનાકા પાસે રહેતા રાઘવજીભાઈ લીંબાભાઈ કોળી અને વિનુભાઈ રામજી ભાઈ કોળી ધાયલ થતા 108 દ્વારા પ્રથમ ટંકારા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ બન્ને વડીલો નદી કિનારે આવેલ વાડીના વસાહટ કરી રહેતા કુટુંબીને ત્યા ધાર્મિક કાર્ય હોય જતા હતા ત્યારે થયો અકસ્માત ટ્રક મા પંચર પડ્યુ હોય અને રોડ વચ્ચે જ બંધ પડેલ હોવા છતાં ચાલકે કોઈ લાઈટ કે નિશાની પણ રાખી ન હોય ગંભીર અકસ્માત સર્જાયો છે વિનુભાઈ કોરી ટંકારા પંચાયતના પાણી વિતરણ ના કર્મચારી છે. બનાવની જાણ થતાં સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડા સહિતના લોકો દોડી આવ્યા હતા ટંકારા પોલીસ પણ ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેવ હાલ જાણવા મળી રહ્યું છ


