મોરબીના ક્રિષ્ના સ્કુલ સામે રવાપર ધુનડા રોડ પર આવેલ વેલકમ પ્રાઈડ નામની બહુમાળી ઈમારતમાં રહેતા ર્ડો. અલ્કેશ નાગરભાઇ પારેજીયાના ફ્લેટમાં તેના જ એપાર્ટમેન્ટનો ચોકીદાર અને અજાણ્યા શખ્સોએ હાથ સાફ કર્યો હતો અંગે ડો અલ્કેશ પારેજીયા એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાવેલ ફરિયાદ મુજબ વેલકમ પ્રાઈડ નામની બિલ્ડીંગના સી બ્લોકમાં કામ કરતા બહાદુર વોચમેન જૈદાન લુવાર માનસીંગ પુનકાએ અન્ય અજાણ્યા બે ઇસમોને બોલાવી આ કામના તેમના બ્લોક નંબર – C-901 ના ઉપરના
ટેરેસના પાછળના દરવાજાના એલ્યુમિનીયમની બારી ખોલી રૂમમાં ગે.કા. પ્રવેશ કરી નીચેના તથા ઉપરના રૂમના કબાટના લોકર તોડીને ગેસ્ટ રૂમમા રાખેલ રોકડા રૂ. 1,80,000 તથા દીકરીના ગલ્લાના રૂપિયા 10,000 તથા તેમજ તેમની રૂ 90 000 ની કીમતની રોજગોલ્ડ સોનાની લકી, તથા રોજગોલ્ડ સોનાનો ચેન ચાર તોલાનો કિ.રૂ.1,20,000 તથા સોનાની વીટી 5 , ગ્રામ કિ. રૂ.15,000 તથા સોનાનો સીક્કો તથા ચાંદી દાગીના જેમાં બે જોડી સાંકળા તથા બે ચાંદીના સીકકા તથા ચાંદીની કંકાવટી તથા ઉપરના માળે રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂપિયા 150000 મળી રૂ.5.90 લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

