મોરબીના ઝુલતા પુલ તૂટી પડવાની આ ગોજારી ઘટનામાં અનેક પરિવારે તેમના લાડકવાયા ગુમાવ્યા છે તો કેટલાક પરિવાર એવા છે કે આખો પરિવાર આ ઘટનામાં મોતને ભેટ્યો છે અને હવે ઘરમાં કા તો વૃદ્ધ અથવા નાના બાળકો જ બચ્યા છે આવી જ એક દુર્ઘટનાનો ભોગ મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ વરીયાનગરમાં બન્યો છે અહી રહેતા વશરામભાઈ આલાભાઇ મકવાણાનો પુત્ર મહેશભાઈ વશરામભાઈ મકવાણા, પૌત્ર યુવરાજ મહેશભાઈ મકવાણા અને બીજો પુત્ર ગીરીશભાઈ જગદીશભાઈ મકવાણાનું ક્મકમાટી ભર્યા મોત થયા છે. જયારે મૃતક મહેશભાઈની પત્ની પ્રભાબેન મકવાણાનું ૨૦૧૩માં j અવસાન થયું હતું હવે આ દુર્ઘટનામાં પિતા અને ભાઈનું મોત થતા 16 વર્ષની દીકરી વંદનાબેન મકવાણા માતા પિતા વિહોણી બની હતી તો વશરામભાઈનો જુવાન પુત્ર ગુમાવતા પિતા પર આભ ફાટી પડ્યું છે
આ ઘટનાની સૌથી દુખદ વાત એ રહિ કે બનાવ વખતે વશરામભાઈ અને તેમના પત્ની ભાનુબેન ચાર ધામ યાત્રાએ ગયા હતા રાત્રે તેમને માત્ર એટલી જાણ કરવામાં આવી કે તેમના પૌત્રને ઈજા પહોચી છે ઘરે આવવ કહ્યું છે. આ ઘટનામાં ખુદ માતા પિતા તેના પુત્ર અને બે પૌત્રની અંતિમ વિધિ પણ જોઈ શક્યા ન હતા.

