HomeGujaratમોરબીની ગોઝારી દુર્ઘટના કાંતિ નગર વિસ્તારના એક જ પરિવારના ચાર સભ્યો મૃત્યુ...

મોરબીની ગોઝારી દુર્ઘટના કાંતિ નગર વિસ્તારના એક જ પરિવારના ચાર સભ્યો મૃત્યુ પામતા પરિવાર સહિત વિસ્તારના લોકો હિબકે ચડ્યા..

મોરબી માટે રવિવારનો દિવસ આવો જ ગોઝારો બની ગયો. મોરબીને પેરિસની ઉપમા અપાવનાર ઐતિહાસિક ઝૂલતો પુલ સમારકામ પછી ફરીથી ખુલ્લો મૂકાયાનાં થોડા જ દિવસમાં તૂટી પડયો અને અનેક માનવજિંદગી કાળની ગર્તમાં જતી રહી. ત્યારે માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગર વિસ્તાર માં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોની એકસાથે જનાજા નિકળતા અને અંતીમવિધી સમયે પરિવારજનો સહિત વિસ્તાર નાં લોકો હિંચકે ચઢ્યા હતા અને આક્રંદ ભર્યા દૃશ્યો જોવા મળ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મળ્યા ફાટક નજીક કાંતિનગર વિસ્તારમાં રહેતા જુમાભાઈ સાજણભાઈ માજોઠી ઉમર ૩૩ તેમના ધર્મ પત્ની રેશ્માબેન જુમાભાઈ માજોઠી ઉંમર વર્ષ 30 તથા પુત્ર ફેજાન જુમ્માભાઈ માજોઠી પુત્રી ગુડિયાજુમાભાઈ માજોઠી સાથે ઝૂલતા પુલમાં ફરવા ગયા હતા. આજે તેમના ઘરે તેમની બેન સગાઈ હોય તેને લઈને પરિવારજનો એક સાથે એકઠા થયા હતા ત્યારે પરિવાર સાથે ઝુલતા ની પુલની મજા માણવા ગયા હતા પરિવારને ક્યાં ખબર હતી. આ તેમનો છેલ્લો પ્રવાસ છે. સાંજના સમયે અન્ય સહેલાણીઓની જેમ તેઓ માંજોઠી પરિવાર પણ ઝુલતા પુલ પર ફરી રહ્યો હતો.એ સમયે અચાનક દુઘટના સર્જાઈ અને સમૂળગો માજોઠી પરિવાર નદીમાં પડી ગયો હતો.

આ દુર્ઘટના બાદ જુમાભાઈ સાજણભાઈ માજોઠીના સાસુ બહાર નીકળી જતા તેઓ બચી ગયા હતા જયારે બે સંતાનો અને તેમની પત્નીનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જયારે મૃતદેહ ઘરમાં આવ્યા ત્યારે પરિવારજનો હૈયાફાટ રુદન કરતા જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW