HomeGujaratશું કરે મોરબી?કાંતિલાલ રાજકોટ પ્રવાસમાં પીએમ નરેન્દ્ર મોદીએ શું કરે મોરબી?કાંતિલાલ પીએમએ...

શું કરે મોરબી?કાંતિલાલ રાજકોટ પ્રવાસમાં પીએમ નરેન્દ્ર મોદીએ શું કરે મોરબી?કાંતિલાલ પીએમએ અમૃતિયા સાથે ચર્ચા કરી

મોરબી : પીએમ નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે બુધવારે પીએમએ ગાંધીનગર જૂનાગઢમાં સભા સંબોધી સાંજના સમયે રાજકોટ શહેરમાં રોડ શો અને સભા સંબોધી હતી આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ને મુલાકાત માટે સમય ફાળવ્યો હતો જેમાં કાંતિલાલ અને પીએમ વચ્ચે રસપ્રદ સંવાદ થયા હતા

કાંતિલાલ શુ કરે છે મોરબી……. ? બધું બરાબર ચાલે છે.
અને તમારે મને કંઈ કહેવાનું ન હોય તમારી કામગીરીની મને જાણ છે જ
પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિશેષ મુલાકાત દરમિયાન પીએમ ના 72 જન્મદિવસે કરેલ સુખડી વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનની યાદગારક્ષણોનો આલ્બમ ભેટ ધર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટ મુલાકાત દરમિયાન મોરબી અને રાજકોટ જિલ્લાના કરોડોના વિકાસ કામોની ભેટ પ્રજાને આપી હતી. આ તકે મોરબી – માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વડાપ્રધાન સાથે વિશેષ મુલાકાત કરી હતી.
જ્યારે કાંતિલાલ અમૃતિયા વડાપ્રધાન નરેન્દ્રભાઈને મલ્યા ત્યારે સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાંતિલાલને પૂછ્યું હતું કે, શુ કરે છે મોરબી ? પ્રત્યતરમાં કાનાભાઈએ વડાપ્રધાનને કહ્યું હતું કે, આપના આશીર્વાદથી મોરબીને કોઈ ચિંતા નથી.પીએમ મોદી ગાંધીનગરથી દિલ્હી ગયાને 8 વર્ષ કરતા પણ વધુ સમય થયો હોવા છતાં હજુ પણ મોરબી હોય કે રાજકોટ કે સૌરાષ્ટ્રના કોઈ પણ નાના મોટા આગેવાનો અને કાર્યકરોને જોશભેર માળી તેમની વાતો અને સમસ્યાની જાણકારી મેળવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW