મોરબીનાં સિરામિક ઔધોગિક ઝોનમાં આવેલ પાનેલી ગામમાં સરકાર દ્વારા જીઆઇડીસી માટે પાનેલી ગામના લોકોને વિશ્વાસમાં લીધા વિના અન્યાયી રીતે જીઆઇડીસીને જમીન આપી દેવામાં આવી છે ગામના લોકોને અન્યાય કરવામાં આવ્યો હોય ગામ લોકોએ 10 એકર ગામ તળની માંગણી છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવે છે આવી રહી છે જો કે, તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી ગામના સરપંચ દ્વારા તા 19 સાંજે ૫ કલાકે રામજી મંદિર ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જો સરકાર દ્વારા નવું ગામ તળ મંજૂર નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની અને સરપંચ પદ ઉપરથી રાજીનામુ આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે
મોરબી તાલુકાનાં પાનેલી ગામે કાલે તા. ૧૯/૧૦ ના રોજ સાંજે ૫ કલાકે રામજી મંદિર ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગામને ગામ તળ સર્વે નંબર ૧૪૦ શિતળા માતાજીના મંદિરથી કરીને પાણીના સંપ સુધીનું ૧૦ એકર ગામ તળની માંગણી છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવે છે તો પણ ગામના હક્કનું ગામ તળ મંજૂર કરવામાં આવ્યું નથી અને ગામતળ નીમ કરવાની સુચીત જગ્યા વિસ્તાર જીઆઈડીસીને જીલ્લા કલેકટર કચેરી તરફથી ફાળવી આપીને સમસ્ત પાનેલી ગામને ઘોર અન્યાય કરવામાં આવ્યો છે
આ ગામતળની જગ્યા માટે પાનેલી ગામના તમામ સમાજના લોકો છેલ્લા વીસ વર્ષથી માંગણી કરે છે છતાં પાનેલી ગ્રામ પંચાયતના વિરુદ્ધમાં પાનેલી ગામના લોકોના વિરૂદ્ધ વિરોધ હોવા છતાં સરકાર દ્વારા જીઆઇડીસીને જમીન ફાળવી દેવામાં આવેલ છે જેથી ગ્રામ સભા રાખવામા આવી છે અને આ ગ્રામ સભામાં ગામના વધુમાં વધુ લોકોને હાજર રહીને ગામના હક્કનું ગામગળ મંજૂર કરાવવાની લડાઈમાં સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને જો સરકાર દ્વારા ગામ તળ મંજૂર ન કરવામાં આવે તો આગામી દિવસોમાં સમસ્ત પાનેલી ગામના લોકોને સાથે રાખીને જન આંદોલન કરવાની ચર્ચા વિચારણા આ ગ્રામ સભામાં કરવામાં આવશે

