HomeGujaratભુજના સ્મૃતિ વનની મુલાકાત માટે ભૂકંપના દિવંગતોના કુટુંબીજનોની વિગતો મોકલી આપવા અનુરોધ

ભુજના સ્મૃતિ વનની મુલાકાત માટે ભૂકંપના દિવંગતોના કુટુંબીજનોની વિગતો મોકલી આપવા અનુરોધ

દિવંગતોના સ્મરણાર્થે પરિવારો માટે વૃક્ષારોપણ, ભજન તથા પ્રવાસ મુલાકાતનું આયોજન કરાશે

સને-2001 ભૂકંપમાં અવસાન પામેલ દિવંગતોના કુટુંબીજનોની સ્મૃતિ મેમોરીયલ એન્ડ મ્યુઝીયમ, ભુજમાં ભૂકંપમાં અવસાન પામેલ વ્યક્તિઓના પરિવારો દ્વારા દિવંગતોના સ્મરણાર્થે વૃક્ષારોપણ, ભજન, પ્રવાસ તથા મુલાકાતનું આયોજન કરાય તે હેતુથી ભૂકંપની દુર્ઘટનામાં અવસાન પામેલા વ્યકિતનું પુરુ નામ, ફોટો (સોફ્ટ કોપી), 26 મી જાન્યુઆરી 2001 ના સમયની તેમની પ્રોફાઈલ વિગત તથા ગામના નામ સાથેની વિગત મંગાવવામાં આવી છે.

આ ઉપરાંત અવસાન પામેલ વ્યકિતના નજીકના કુટુંબીજનોનું પુરુ નામ, દિવંગત વ્યકિત સાથેનો સંબંધ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ, રહેઠાણનું સરનામું તથા ગામનું નામ સહિતની વિગતો સંબંધિત મામલતદાર કચેરી અથવા morbiearthquake@gmail.com માં મોકલી આપવા જીલ્લા વહીવટી તંત્ર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW