કેરળમાં માણસની બાલીના મામલે પોલીસે જે ખુલાસો કર્યો છે એ કાળજુ કંપાવી દે એવો છે. આરોપી દંપતીએ બે મહિલાઓની ગળુ કાપીને હત્યા કરી હતી. બાદમાં તેમના શરીરના ટૂકડા કરીને માંસ શેકીને ખાઈ ગયા હતા. કાળા જાદુના મામલામાં આવું કર્યું હોવાનું સામે આવ્યું છે.
ત્રણ આરોપીઓએ મૃતકના લોહીને દીવાલો અને તળીયા પર છાંટ્યુ હતુ. પોલીસે કહ્યું કે, મૃતક મહિલાની સાથે જે બર્બરતા થઈ અને શબ્દોમાં કહી શકાય એમ નથી. આરોપીઓની હેવાનિતયતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આરોપીઓએ યુવાન રહેવાના ચક્કરમાં મમૃતકોનું માંસ પણ ખાધુ હતુ. કહેવામાં આવી રહ્યું છે કે એક લાશના તો 56 ટૂકડા કર્યા હતા અને પછી તેનું માંસ ખાધુ હતુ.
પોલીસે જણાવ્યું કે, પૈસા અને જીવનમાં ખુશી લાવવાના ચક્કરમાં મૃતક આરોપીઓના ચક્કરમાં ફસાઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામેલ સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપીએ આરોપી દંપતીને એવું કહ્યું હતું કે માનવ માંસ ખાવાથી તેઓ હંમેશા યુવાન રહેશે. આરોપીઓની ઓળખ ભગવાલસિંહ અને તેની પત્ની લૈલા તથા મુખ્ય આરોપી રશીદ ઉર્ફે મોહમ્મદ શાફી તરીકે થઈ છે.
કોચી પોલીસ કમિશનરે જણાવ્યું કે, અમે મહિલાઓની લાશના ટૂકડા કબજે કર્યા છે. એક મહિલાના શરીરના ત્રણ ટૂકડા ત્રણ ખાડામાંથી મળ્યા છે. જ્યાં તેમને દાટી દેવામાં આવ્યા હતા. એવી આશંકા છે કે આરોપીઓએ મહિલાઓની હત્યા કર્યા બાદ તેમની લાશનું માંસ ખાધુ હતુ. જો કે, આ મામલે તપાસ ચાલુ છે.

