ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી, અહીં પૂજારીએ મોદીને રૂદ્રાક્ષની માળા પહેરાવી હતી. મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીના કપાળ પર ત્રિપુન્દ લગાવ્યું હતુ. પૂજા બાદ પીએમ મોદીએ થોડા સમય માટે નંદી હોલમાં બેસીને ધ્યાન કર્યું હતુ.મોદીએ શ્રી મહાકાલને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.
પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થા તેમની યાત્રાને વધુ સુખદ અને સમૃદ્ધ બનાવશે. મહાકાલ લોકના ઉદ્ઘઘાટનને લઈને મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મોદીએ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ‘શ્રી મહાકાલ લોક’ પ્રોજેક્ટ હેઠળ મંદિર સંકુલનું લગભગ સાત ગણું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત અંદાજે 850 કરોડ રૂપિયા છે.

